તેંદુલકર ખતરનાક પેસર બન્યો, મલિંગાની દેખરેખમાં પંજાતોડ યોર્કર ફેંકે છે, Video

PC: hindi.cricketnmore.com

IPL 2024 માટે હવે 10 દિવસ બાકી છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને RCB વચ્ચે રમાશે. IPLની તૈયારી માટે તમામ ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓ ધીમે ધીમે તેમના કેમ્પમાં પહોંચી રહ્યા છે. CSK પછી મુંબઈ ઈન્ડિયન્સનો કેમ્પ પણ સોમવારથી શરૂ થઈ ગયો છે. લાંબી રાહ જોયા પછી, અર્જુન તેંડુલકરને છેલ્લે મુંબઈ ઈન્ડિયન્સ માટે ગત સિઝનમાં તેની IPL ડેબ્યૂ કરવાની તક મળી. ચાર મેચોમાં, યુવા ઓલરાઉન્ડર 9.36ની ખૂબ જ ખર્ચાળ ઇકોનોમીમાં માત્ર ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો.

મહાન ખેલાડી અને પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર વિશ્વ ક્રિકેટમાં પોતાનું નામ કમાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ભારતીય સ્થાનિક સર્કિટમાં મિશ્ર પ્રદર્શન પછી અર્જુને હવે ઈન્ડિયન પ્રીમિયર લીગની તૈયારી શરૂ કરી દીધી છે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. ગત સિઝનમાં ડેબ્યૂ કર્યા પછી આ વખતે તેની પાસે ફરીથી બધાને પ્રભાવિત કરવાની તક મળશે. આ શ્રેણીમાં તે મંગળવારે પ્રેક્ટિસ સેશનમાં કિલર બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ અને શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગાના માર્ગદર્શન હેઠળ અર્જુન તેડુલકર તેના કૌશલ્યને ઘડી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ એક્સ હેન્ડલ (અગાઉ ટ્વિટર) પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અર્જુન પ્રભાવશાળી યોર્કર બોલ કરતો જોવા મળે છે. ડાબા હાથના પેસરે ધારદાર અને સચોટ યોર્કર વડે બેટ્સમેનને ઘૂંટણિયે પાડી દીધો હતો. આ પંજા તોડતા યોર્કરથી બેટ્સમેન પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને જમીન પર પડી ગયો. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'બસ અર્જુન, અર્જુન જેવું કામ કરી રહ્યો છે.'

અર્જુન તેંડુલકરની આવી ઘાતક બોલિંગ જોઈને પાછળ ઊભેલા લસિથ મલિંગાને તેના દિવસો યાદ આવી ગયા હશે. અન્ય એક વીડિયોમાં મલિંગા અર્જુન સાથે ચેટ કરતો જોવા મળ્યો હતો. તે સ્પષ્ટ છે કે, અર્જુનના સચોટ યોર્કરે મલિંગાનું ધ્યાન ખેંચ્યું છે. જો તે નેટ્સમાં આવી રીતે સારી બોલિંગ કરવાનું ચાલુ રાખશે તો, તેને મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવતા કોઈ રોકી શકશે નહીં. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ છેલ્લી બે ફાઈનલિસ્ટ ટીમ ગુજરાત ટાઈટન્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp