Baby ABની પ્રેરણા છે ભારતીય ક્રિકેટર્સ, રૂમમાં લગાવ્યા છે આ 3 ભારતીયના ફોટા

PC: twitter.com

IPLમા રાહુલ ચાહરની બોલ પર સતત 4 છગ્ગા મારનારો જૂનિયર ડિવિલિયર્સ એટલે કે ડેવાલ્ડ બ્રેવિસ સચિન તેંદુલકર, વિરાટ કોહલી અને હરભજન સિંહનો ફેન છે. તેણે આ ભારતીય ક્રિકેટર્સના ફોટોઝ પોતાના રૂમમાં લગાવી રાખ્યા છે. બ્રેવિસે તેનો ખુલાસો મુંબઈ ઈન્ડિયન્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. બ્રેવિસ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે. તેને મુંબઈએ 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે, તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી.

બ્રેવિસે ઈન્ટરવ્યૂમાં કહ્યું- નાનપણથી જ હું ભારતીય ખેલાડીઓનો ફેન છું. સચિન તેંદુલકર, વિરાટ કોહલી અને હરભજન સિંહની તસવીર મારા રૂમની દીવાલો પર લગાવી છે. તેને જોઈને હું પ્રેરિત થયો. મારા રૂમની દીવાલો પર દુનિયાના લીજેન્ડ ક્રિકેટર્સના ફોટોઝ છે. તેમની સ્ટોરીઓ મારો ઉત્સાહ વધારે છે.

18 વર્ષીય બ્રિવેસે આગળ કહ્યું- મેં મારા પપ્પા ઓકર બ્રેવિસના કહેવા પર ટીવી પર IPLની મેચ જોઈ હતી. જ્યારે હું નાનો હતો, ત્યારે એકવાર દાદીના ઘરે ગયો. પપ્પા અને ભાઈ સાથે હતા. પપ્પાએ ત્યાં મને ટીવી પર IPL જોવા માટે કહ્યું, ત્યારબાદથી હું IPLને હંમેશાં ફોલો કરતો રહ્યો છું. જૂનિયર ડિવિલયર્સે કહ્યું કે, મને હંમેશાં પરિવારનો સપોર્ટ મળ્યો છે. મારી મમ્મી યોલાંદા બ્રેવિસ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબ જ મોટી ફેન છે. મારા કરિયરમાં મોટા ભાઈ રીનાર્ડનું પણ ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે.

બ્રેવિસે કહ્યું કે, બેટિંગને લઈને નાનપણમાં મોટા ભાઈ રીનાર્ડ સાથે ઝઘડો થતો હતો. ભાઈ હંમેશાં મને બોલિંગ કરવા માટે કહેતો હતો અને હું બેટિંગ કરવા માગતો હતો. આથી, ઘણીવાર અમે એકબીજા સાથે લડતા હતા. બ્રેવિસે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સના સીનિયર ખેલાડી ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે, હું મારી ટીમ માટે સારું રમું.

બ્રેવિસે કહ્યું કે, ક્રિકેટ માટે મારે કુરબાની પણ આપવી પડી. ઘણીવાર સ્કૂલ છોડવી પડી. વેકેશનમાં પણ જ્યારે પેરેન્ટ્સ ક્યાંક જતા હતા, હું તેમની સાથે જઈ શકતો નહોતો. એટલું જ નહીં, કાર્યક્રમોમાં પણ ક્રિકેટના કારણે સામેલ નહોતો થઈ શકતો.

અંડર-19 વર્લ્ડ કપમાં ડેવાલ્ડ બ્રેવિસનું પ્રદર્શન શાનદાર હતું. તેણે સાઉથ આફ્રિકા તરફથી રમતા વર્લ્ડ કપમાં 2 સેન્ચ્યૂરી મારી હતી, જ્યારે 2 નર્વસ નાઈંટીઝનો સ્કોર પણ કર્યો. તેની ઈનિંગને જોઈએ તો તેણે 138, 6, 37, 104, 65 રન બનાવ્યા.

ડેવાલ્ડ બ્રેવિસને આવનારો એબી ડિવિલિયર્સ કહેવામાં આવે છે. તે તેની જેમ જ શૉટ રમે છે. બ્રેવિસનું નિકનેમ બેબી એબી છે. આ 18 વર્ષીય ખેલાડીએ હાલમાં જ અંડર-19 વર્લ્ડ કપમાં 506 રન બનાવીને શિખર ધવન દ્વારા 2004માં બનાવવામાં આવેલા 505 રનનો રેકોર્ડ તોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp