ભારતીય ક્રિકેટરોને હવે IPL જ નહીં ટેસ્ટ ક્રિકેટ પર કરી દેશે માલામાલ

PC: hindi.icccricketschedule.com

થોડા અઠવાડિયા પહેલા જ ભારતીય ક્રિકેટ બોર્ડે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓ માટે ઘરેલુ રેડ બોલ ટૂર્નામેન્ટમાં રમવાનું ફરજિયાત બનાવ્યું હતું. હવે રોકડથી ભરપૂર T-20 ટૂર્નામેન્ટ IPL પહેલા વધુ એક મોટો નિર્ણય લેવામાં આવનાર છે. BCCI ટેસ્ટ મેચોની ફી વધારવાનું વિચારી રહી છે, જેથી ખેલાડીઓ ક્રિકેટના સૌથી જૂના અને સૌથી લાંબા ફોર્મેટ તરફ આકર્ષાય અને પહેલા કરતાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે. જો મીડિયાના સૂત્રોનું માનીએ તો, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને સ્થાનિક ક્રિકેટ રમવાની ટીમ મેનેજમેન્ટની સૂચનાઓને અવગણીને તેના બદલે આવતા મહિને શરૂ થનારી IPLની તૈયારી કરવાનું પસંદ કર્યાના પગલે બોર્ડે પગાર માળખા પર ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે.

ફીના નવા મોડલ અંગે સ્પષ્ટતા કરતા બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ કેલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે છે, તો તેના વાર્ષિક કરારને લંબાવવા ઉપરાંત વધારાના પુરસ્કારો પણ આપવા જોઈએ. આ નિર્ણયનો એકમાત્ર હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ખેલાડીઓ શક્ય તેટલું લાલ બોલનું ક્રિકેટ રમે. આ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે વધારાનો ફાયદો થશે.'

જો નવા મહેનતાણાનું આ મોડલ મંજૂર થાય છે, તો તે આ IPL સિઝન પછી લાગુ કરવામાં આવશે. BCCI વધારાના બોનસ પર કામ કરી રહ્યું છે કે, જો કોઈ ખેલાડી એક સિઝનમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે તો તેને તે મળશે. હાલમાં, BCCI ટેસ્ટ મેચ દીઠ ફી તરીકે રૂ.15 લાખ, ODI માટે રૂ.6 લાખ અને T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે રૂ.3 લાખ ચૂકવે છે.

આ પહેલા ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યા પછી કેપ્ટન રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'આ (ટેસ્ટ ક્રિકેટ) સૌથી મુશ્કેલ ફોર્મેટ છે અને જો તમારે સફળતા જોઈતી હોય અને આ મુશ્કેલ ફોર્મેટમાં શ્રેષ્ઠ દેખાવ કરવો હોય તો તમારે તે ભૂખની જરૂર છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે એવા ખેલાડીઓને જ તક આપીશું જેમની પાસે આ પ્રકારની ભૂખ છે.'

BCCIની વારંવારની સૂચનાઓ છતાં, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર IPLની તૈયારી માટે રણજી ટ્રોફી છોડી છે, જે અન્ય ટેસ્ટ ક્રિકેટરો માટે વરદાન સાબિત થઈ શકે છે. પહેલા કિશન અને પછી અય્યરે ભારતીય ટીમ મેનેજમેન્ટના ઘરેલુ રેડ-બોલ ક્રિકેટ રમવાના સીધા આદેશોની અવગણના કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp