ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીએ પોતાની જ ટીમ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- બેઝબોલ...

PC: twitter.com

ભારત સામે ઈંગ્લેન્ડની શરમજનક હાર બાદ ફરીએકવાર બેઝબોલ ક્રિકેટ પર સવાલ ઉભા થયા છે. ભારત સામે સીરિઝ થવા પહેલા છેલ્લા દોઢ વર્ષમાં ઈંગ્લેન્ડ 18માથી 13 ટેસ્ટ મેચ જીત્યું છે, પણ ભારતમાં બેઝબોલ સિસ્ટમ કામ નથી આવી રહી છે અને ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હાર સ્વીકારવી પડી હતી. ત્યારે હવે ઈંગ્લેન્ડના ફેન્સ સિવાય ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો પણ પોતાની ટીમ પર પ્રહારો કરી રહી છે.

ઈંગ્લેન્ડના માઇકલ વોને કહ્યું હતું કે, મહેમાન ટીમને હંમેશાં આક્રમક થઈને રમવાની રણનીતિની જગ્યાએ સ્થિતિ અનુસાર રમવાની જરૂરિયાત છે. માઇકલ વોને કહ્યું હતું કે, આ બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેકુલમના નેતૃત્વમાં સૌથી શરમજનક હાર હતી અને આ મેચે તે બંનેની રણનીતિને ખૂલ્લી પાડી દીધી છે. તે દર વખતે આક્રમક ન થઈ શકે. તેમને એ જોવાની જરૂર છે કે, ત્રીજા દિવસે શુભમન ગીલ અને જૈસવાલે કેવું પ્રદર્શન કર્યું તેમણે 30-40 બોલ સુધી દબાણ સહન કર્યું અને પછી બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું. આને જ ટેસ્ટ બેટિંગ કહેવાય. ભારતે 228.5 ઓવરમાં 875 રન બનાવ્યા. કોઈ પણ મને એવું ન કહી શકે ભારતને બેટિંગ કરતી જોવી કંટાળાજનક હતી. નિશ્ચિતરૂપે આટલી મોટી હાર બેન સ્ટોક્સ અને તેની ટીમ માટે એક ચેતવણી છે. ઈંગ્લેન્ડનું માનવું છે કે, બધુ પોઝિટિવ છે, પરંતુ તેમને સારી બેટિંગ કેવી રીતે કરવી એના પર વાત કરવાની જરૂર છે.

રુટ અંગે વોને કહ્યું હતું કે, જે રીતે ત્રીજા દિવસે રુટ રમ્યો, તેના શોટ પર મને મારી આંખો પર વિશ્વાસ ન થયો. જે રીતે ઈંગ્લેન્ડ આ અઠવાડિયે રમ્યું છે, તેને ભારતને જીત ગિફ્ટમાં આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp