પૂર્વ ખેલાડીએ બતાવી પાકિસ્તાની ટીમની આ નબળાઇ, ભારત માટે મોટો ફાયદો બની શકે

PC: zeebiz.com

પાકિસ્તાનના એક પૂર્વ ક્રિક્રેટરે પોતાના જ દેશની ટીમની નબળાઇ બતાવી છે, જેને કારણે ભારતીય ક્રિક્રેટ ટીમને મોટો ફાયદો થઇ શકે છે.

જેની દુનિયાભરના ક્રિક્રેટ ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાન વન-ડે વર્લ્ડકપ મેચને હવે એક જ દિવસ આડો છે. 14 ઓકટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઇવોલ્ટેજ મેચ રમાવવવાની છે. જ્યારે પણ ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે બંને દેશોમાં ભારે ટેન્શન રહેતું હોય છે. આ મેચ જાણે યુદ્ધ હોય તેવી રીતે જોવામાં આવે છે.

વન ડે વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થવા જઈ રહ્યો છે. આ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન બંનેએ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ 2 મેચ જીતી છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાનની ટીમમાં મોટી નબળાઈ છે. જેની ઓળખ હવે પાકિસ્તાનના એક દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી છે.

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદનું માનવું છે કે નસીમ શાહની ગેરહાજરીમાં હસન અલી નઇ બોલિંગ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ નથી. વ્હાઇટ બોલ ક્રિકેટમાં હરિસ રઉફને નિખાર આપવામાંમાં આકિબે મહત્વની ભૂમિકા ભજવી છે. આકિબે કહ્યું કે જો આપણે નવા બોલ પર નજર કરીએ તો તેમણે છેલ્લા 12 મહિનામાં કોઈને તૈયાર કર્યા નથી. અકીબે કહ્યુ કે, પાકિસ્તાનનાપસંદગીકારોને ખબર ન હતી કે નસીમની ગેરહાજરીમાં નવા બોલ સાથે ત્રીજો વિકલ્પ કોણ હશે. એશિયા કપ દરમિયાન તેમણે કોઈને અજમાવ્યા પણ નહીં.

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની પહેલી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને અને એ પછી શ્રીલંકાને હરાવ્યુ હતું. પરંતુ બીજી મેચમાં પાકિસ્તાને 344 રન આપી દીધા. વર્લ્ડકપ 1992 વિજેતા આકિબે કહ્યુ કે હસન અલીનો જો રેકોર્ડ તપાસમાં આવે તો નવા બોલથી તે અસરકારક રહ્યો નથી.

જો શાહીન શાહ અફરીદી ફોર્મમાં નહીં રહે તો પાકિસ્તાનને મુશ્કેલી આવી શકે. હસને શ્રીલંકા સામેની મેચમાં 10 ઓવરમાં 71 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આકિબે કહ્યુ કે એશિયા કપમાં ભારતીય બેસ્ટમેનો શાહીનની બોલ રમવાથી બચી રહ્યા હતા લ તેનો પ્રભાવ જ એવો છે.પાકિસ્તાનની બોલિંગમાં આની ખોટ પડી રહી છે.

વન-ડે વર્લ્ડકપનું યજમાન પદ ભારતે કર્યું છે અને ટીમ ઇન્ડિયાની શરૂઆત પણ શાનદાર રહી છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડની ટીમને હરાવીને બે મેચ જીતી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp