પહેલી મેચ જીત્યા છે ત્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા છીએ, જુઓ 1975થી 2019ના આંકડા

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. તેઓએ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. જો તમે એકંદરે જોશો તો તમને ખબર પડશે કે, ભારતની જીત શાનદાર હતી, પરંતુ જે રીતે બેટિંગની શરૂઆત થઇ હતી તેનાથી કેપ્ટન રોહિત શર્મા નિરાશ થશે. એક સમયે 2 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી. ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી, એ તો સારું થયું કે, વિરાટ કોહલી અને K.L. રાહુલનો આભાર, જેમણે 165 રનની ભાગીદારી કરીને ટીમને જીત સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ચાલો જે થયું તે, જો આપણે વર્લ્ડ કપના ઈતિહાસ પર નજર કરીએ તો આ 13મો ODI વર્લ્ડ કપ છે અને તેમાંથી ભારતે 8 વખત જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે, જ્યારે 5 વખત તેને હારનો સામનો કરવો પડ્યો છે. ODI વર્લ્ડ કપ પ્રથમ વખત 1975માં રમાયો હતો, જેમાં ભારત તેની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. તેના પછીના વર્લ્ડ કપની સિઝનમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગયું હતું. આ બંને પ્રસંગોએ ભારતની સફર ગ્રુપ સ્ટેજ સુધી જ સમેટાઇને રહી ગઈ હતી.

1983માં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે જીતી હતી અને પછી ફાઇનલમાં તેને જ હરાવીને ટાઈટલ પણ જીત્યું હતું. આ બંને જીત કપિલ દેવની ટીમ માટે આશ્ચર્યજનક હતી. આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે તેની પ્રથમ મેચ અને પ્રથમ ટાઇટલ જીત્યું હતું. 2011માં, જ્યારે ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે જીત સાથે શરૂઆત કરી હતી, ત્યારે તેણે શ્રીલંકાને હરાવીને ટાઇટલ પણ પોતાના નામે કર્યું હતું.

1983 અને 2011 પછી ભારતીય ટીમે આ વખતે પણ જીત સાથે શરૂઆત કરી છે. જો કે, અન્ય ઘણી સિઝનમાં પણ આવું બન્યું છે, પરંતુ આ વખતે તે ઘરઆંગણે રમી રહ્યું છે તેથી ટાઇટલ જીતવાની અપેક્ષા કરવામાં આવી રહી છે. 1983, 2011 અને 2023 વચ્ચેની બીજી સમાનતા એ છે કે, ત્રણેય વિષમ ક્રમાંકિત વર્ષ છે. રોહિત શર્માએ વિષમ સંખ્યામાં પણ IPLમાં કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે 2013, 2015, 2017, 2019માં ચાર ટાઇટલ જીત્યા હતા, જ્યારે એક ટાઇટલ 2020માં જીત્યું હતું.

વર્લ્ડ કપની ઓપનિંગ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન આ પ્રમાણે રહ્યું હતું : 1975માં પ્રથમ મેચ રમતી વખતે ઈંગ્લેન્ડની સામે હાર થઇ હતી ત્યારે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજ સુધી જ સીમિત રહી હતી. 1979માં પ્રથમ મેચ રમતી વખતે વેસ્ટ ઈન્ડિઝ સામે પરાજય થયો હતો, ત્યારે પણ ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ જઈ શકી ન હતી. 1983માં પ્રથમ મેચ રમતી વખતે બે વખતના વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું, ત્યાર પછી ભારત પ્રથમ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. 1987માં પ્રથમ મેચ રમતી વખતે ઓસ્ટ્રેલિયા સામે હાર થઇ હતી, જેમાં ભારત સેમી ફાઇનલમાં હારી ગયું હતું. 1992માં પ્રથમ મેચ રમતી વખતે ઇંગ્લેન્ડની સામે હારી ગયું હતું અને ભારત ગ્રુપ સ્ટેજ સુધી જ સીમિત રહ્યું હતું. 1996માં પ્રથમ મેચ રમતી વખતે કેન્યા સામે જીત મેળવી હતી અને સેમી ફાઈનલમાં હારી ગયું હતું. 1999માં પ્રથમ મેચ રમતી વખતે દક્ષિણ આફ્રિકાએ જીત મેળવી હતી અને ભારત સુપર-6 સુધી જ પહોંચી શક્યું હતું.

2003માં પ્રથમ મેચ રમતી વખતે નેધરલેન્ડ્સ સામે જીતી ગયું હતું, ત્યારે ભારત ફાઇનલમાં હારીને રનર અપ બન્યું હતું. 2007માં પ્રથમ મેચ રમતી વખતે બાંગ્લાદેશ સામે હારી જતા ટીમ ગ્રુપ સ્ટેજમાં જ સમેટાઈ ગઈ હતી. 2011માં પ્રથમ મેચ રમતી વખતે બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી અને ધોનીની આગેવાનીમાં ભારત બીજી વખત વર્લ્ડ કપ વિજેતા બન્યું હતું. 2015માં પ્રથમ મેચ રમતી વખતે પાકિસ્તાન સામે જીતી જઈને ભારત સેમી ફાઇનલમાં હારી ગયું હતું. 2019માં પ્રથમ મેચ રમતી વખતે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવીને ભારતને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વખતે 2023માં પ્રથમ મેચ રમતી વખતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે, જોઈએ કે હવે આગળ ભારતીય ટીમ ક્યાં સુધી પહોંચી શકે છે, કે પછી ત્રીજી વખત ચેમ્પિયન બને છે, સમયની રાહ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp