IPL 2025મા કંઈ ટીમ કયા ખેલાડીને કરશે રિટેન, જોઈ લો ધોનીથી લઈ રિંકુ સુધીની લિસ્ટ
IPL 2025 માટે થનારા મેગા ઓક્શન અગાઉ બધી ફ્રેન્ચાઇઝી ટીમે પોતાની રિટેન્શન લિસ્ટ લગભગ તૈયાર કરી લીધી છે. તમામ ફેન્સને પોત પોતાની ટીમના ખેલાડીઓ બાબતે જાણવું છે કે કોને ઓક્શનમાં ઉતારવા માટે ફ્રી કરી દેવામાં આવશે અને કોણ ટીમ સાથે રહેશે. 10 ટીમો દ્વારા કયા ખેલાડીઓને રિટેન કરી શકાય છે. ચાલો જાણી લઈએ. આ વખતની ટીમ રિટેન્શન લિસ્ટની દરેક રાહ જોઈ રહ્યું છે. બધુ જાણવા માંગે છે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોની રમવા ઉતરશે.
મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા રહેશે કે પછી ટીમના રસ્તા અલગ થશે. ફેન્સ રિટેન્શન લિસ્ટ ગુરુવાર એટલે કે 31 ઓક્ટોબરની સાંજે 4:30 વાગ્યા બાદ જાણી શકશો. IPL 2025ની હરાજી અગાઉ ફ્રેન્ચાઇઝી ટીમ દ્વારા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર જોઈ શકો છો. તો તેનું લાઈવ ટેલિકાસ્ટ જોવું હોય તો સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ પર જય શકાય છે.
IPL 2025 રિટેન ખેલાડીઓની સંભવિત લિસ્ટ:
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત રીટેન્શન લિસ્ટ
રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની, ડેવોન કોનવે અને મથિશા પથિરાના.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત રીટેન્શન લિસ્ટ
વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ.
મુંબઈ ઇન્ડિયન્સની સંભવિત રીટેન્શન લિસ્ટ
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત રીટેન્શન લિસ્ટ
હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડી.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત રીટેન્શન લિસ્ટ
રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનિલ નરીન અને હર્ષિત રાણા.
રાજસ્થાન રોયલ્સ સંભવિત રીટેન્શન લિસ્ટ
સંજૂ સેમસન, યશસ્વી જાયસ્વાલ, રિયાન પરાગ.
દિલ્હી કેપિટલ્સની રીટેન્શન લિસ્ટ
અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અભિષેક પોરેલ.
ગુજરાત ટાઇટન્સની રીટેન્શન લિસ્ટ
શુભમન ગિલ, રાશિદ ખાન
લખનૌ સુપરજાયન્ટ્સ રીટેન્શન લિસ્ટ
નિકોલસ પૂરન, મયંક યાદવ.
પંજાબ કિંગ્સ ઇલેવનની રીટેન્શન લિસ્ટ
શશાંક સિંહ, આશુતોષ શર્મા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp