મોહિતના નામે IPL ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ,દુનિયાનો કોઈ બોલર તોડવા નહીં માગે

PC: BCCI

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સે મોહિત શર્મા સામેની ઈનિંગની છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરી અને 31 રન બનાવ્યા. આ સાથે તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક સ્પેલમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ગુજરાત ટાઈટન્સના મોહિત શર્માના નામે નોંધાયેલો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં મોહિત શર્માએ ચાર ઓવરમાં 73 રન આપ્યા હતા. મોહિતની છેલ્લી ઓવરમાં રિષભ પંત અને ટ્રીસ્ટન સ્ટબ્સે 31 રન બનાવ્યા અને તેના બોલિંગનો આંકડો 4-0-73-0 પર લઈ ગયો.

પંતે 43 બોલમાં 88 રનની અણનમ અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. ડાબા હાથના બેટ્સમેન પંતે મોહિતના 19 બોલમાં 62 રન બનાવ્યા હતા. મોહિત IPL ઈતિહાસમાં એક IPL મેચમાં 70થી વધુ રન આપનારો બીજો બોલર બની ગયો છે.

આ અગાઉ આ અનિચ્છનીય રેકોર્ડ ઝડપી બોલર બાસિલ થમ્પીના નામે હતો, જેણે 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે ચાર ઓવરમાં 70 રન આપ્યા હતા.

IPL ઇતિહાસમાં સૌથી ખરાબ સ્પેલ: 0/73-મોહિત શર્મા (GT) vs DC, દિલ્હી, 2024, 0/70-Basil Thampi (SRH) vs RCB, બેંગલુરુ, 2018, 0/69-યશ દયાલ (GT) vs KKR, અમદાવાદ, 2023, 0/68-રીસ ટોપલી (RCB) vs SRH, બેંગલુરુ.

35 વર્ષના ફાસ્ટ બોલર મોહિત શર્માએ 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમાયેલી 108 મેચોમાં 8.47ની ઈકોનોમી પર બોલિંગ કરીને 129 વિકેટ લીધી છે.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટીમ તરફથી સૌથી વધુ 88 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંત સિવાય અક્ષર પટેલે 43 બોલમાં 66 રન બનાવ્યા હતા. અંતે, ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 7 બોલમાં અણનમ 26 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp