ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની શોધ શરૂ, દ્રવિડના કાર્યકાળ પર જય શાહે શું કહ્યું?

PC: hindi.cricketaddictor.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં નવા મુખ્ય કોચ માટે જાહેરાત બહાર પાડશે. BCCI સેક્રેટરી જય શાહે મુંબઈમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ માત્ર જૂન સુધીનો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના નવા કોચની શોધ શરૂ થઈ ગઈ છે. શાહે પુષ્ટિ આપી હતી કે, નવા કોચની નિમણૂક લાંબા ગાળા માટે કરવામાં આવશે અને તે ત્રણ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે સેવા આપશે. કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો જેમ કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની પસંદગી પછીથી નવા કોચની સલાહ પર કરવામાં આવશે. શાહે વિદેશી કોચની શક્યતા નકારી ન હતી અને મુદ્દો ખુલ્લો છોડી દીધો હતો.

BCCI સેક્રેટરીએ કહ્યું, 'જો રાહુલ પણ અરજી કરવા માંગે છે તો તે કરવા માટે સ્વતંત્ર છે. અમે નક્કી કરી શકતા નથી કે નવો કોચ ભારતીય હશે કે વિદેશી. તે CAC પર નિર્ભર રહેશે અને અમે એક વૈશ્વિક સંસ્થા છીએ. તેમણે સંકેત આપ્યો કે, બોર્ડ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચ વિશે વિચારી રહ્યું નથી. આ સિસ્ટમ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા અપનાવવામાં આવી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ તાજેતરમાં આવું જ કર્યું છે.

જય શાહે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઈમ્પૅક્ટ ખેલાડીના નિયમને ચાલુ રાખવા અંગે કોઈ પ્રતિબદ્ધતા દર્શાવી ન હતી અને કહ્યું હતું કે, કેપ્ટન અને કોચ સાથે ચર્ચા કર્યા પછી તેના પર નિર્ણય લેવામાં આવશે. જ્યારે એવો નિર્દેશ કરવામાં આવ્યો કે, નિયમ ઓલરાઉન્ડરોની તરફેણમાં ન થઇ શકે, ત્યારે તેણે કહ્યું, 'તેને એક પ્રયોગ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો, જેથી કરીને બે વધારાના ભારતીય ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય. કશું જ કાયમી નથી. અમે વર્લ્ડ કપ પછી એક મીટિંગ બોલાવીશું અને ઈમ્પેક્ટ પ્લેયર અંગે નિર્ણય લેતા પહેલા શેરધારકો-ફ્રેન્ચાઈઝી અને બ્રોડકાસ્ટર્સ સાથે ચર્ચા કરીશું.'

તેમણે ખુલાસો કર્યો કે, ફ્રેન્ચાઇઝીઓ સાથે ટૂંક સમયમાં મીટિંગ યોજવામાં આવશે, તેમજ રીટેન્શન નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. શાહે દરેકને એ અનુમાન લગાવવા પર મજબુર કરી દીધા કે, શું તે નવેમ્બરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું અધ્યક્ષપદ સંભાળશે, જેમ કે એવી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ તેમણે જાહેર કર્યું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલનું આયોજન ઇંગ્લેન્ડની બહાર યોજવામાં આવે તે સબંધે ચર્ચા કરવામાં આવશે. લાલ બોલના ક્રિકેટના મહત્વ પર ભાર મૂકતા શાહે કહ્યું કે, સ્થાનિક ખેલાડીઓના પગારમાં વધારો કરવાનું કામ સંબંધિત રાજ્ય સંગઠનો પર છોડી દેવામાં આવશે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે, હાર્દિક પંડ્યા, જેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A ગ્રેડમાં રાખવામાં આવ્યો છે, તેણે સફેદ બોલની સ્થાનિક ક્રિકેટ રમવા માટે સંમતિ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp