ભારત-પાકિસ્તાન મેચ પહેલા ભવ્ય સેરેમની થશે, આ સિંગરો પ્રેક્ષકોને ડોલાવશે

PC: tribuneindia.com

દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડીયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 14 ઓકટોબર, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે રોમાંચક મેચ રમાવવાની છે, દેશ અને દુનિયાના ક્રિક્રટે ચાહકો આ મેચ જોવા માટે અમદાવાદમાં આવવાના છે. સ્ટેડિયમમાં 1.30 લાખ પ્રેક્ષકોની ક્ષમતા છે. ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત આમ તો 5 ઓકટોબરે થઇ હતી, પરંતુ તે વખતે કોઇ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો, પરંતુ 14 ઓકટોબરે મેચ પહેલાં ભવ્ય સેરેમની કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે જાહેરાત કરી છે કે ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ પહેલા એક સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન લિજેન્ડ સિંગર શંકર મહાદેવન સિવાય અરિજીત સિંહ અને સુખવિંદર સિંહ પરફોર્મ કરશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.BCCI X પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે.

ભારત-પાકિસ્તાન મેચમાં ટીમ ઇન્ડિયાને ચિયર-અપ કરવા માટે અમિતાભ બચ્ચન, સાઉથના સુપર સ્ટાર રજનીકાંત, આકાશ અંબાણી, નીતા અંબાણી હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજરી આપે તેની શક્યતા છે.

ICCએ વર્લ્ડકપના બ્રાન્ડ એમ્સેડર સચિન તેડુંકલકરને બનાવ્યો છે. સચિન તેના પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં હાજર રહેશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓકટોબર, શનિવારે બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે. બંને કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ ટોસના અડધા કલાક પહેલા મેદાનમાં ઉતરશે. ઇવેન્ટ સેરેમનની આના એક કલાક પહેલા એટલે કે 12.30 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2023 માટે કોઈ ઓપનિંગ સેરેમની રાખવામાં નહોતી આવી.

જો આપણે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો બંને ટીમોએ અત્યાર સુધી રમાયેલી તેમની મેચોમાં 2-2થી જીત મેળવી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે અફઘાનિસ્તાનને દિલ્હીમાં 8 વિકેટે હરાવ્યું હતું. ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

પાકિસ્તાનની વાત કરીએ તો તેમણે પહેલી મેચ નેધરલેન્ડસ સામે જીતી હતી અને બીજી મેચ શ્રીલંકા સામે જીતી હતી. પોઇન્ટ ટેબલ પર પાકિસ્તાન અત્યારે ચોથા ક્રમ પર છે.

14 ઓકટોબરે બંને ટીમો પોત પોતાની ત્રીજી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે અને એક ટીમ અહીં હેટ્રીક લગાવશે તો બીજી ટીમે પહેલીવાર હારનો સામનો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp