ટીમ પહોંચી પણ હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી હજુ અમેરિકા કેમ પહોંચ્યા નથી?

PC: twitter.com

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની પ્રથમ ટુકડી અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. જોકે, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડીઓ આ ટીમમાં સામેલ નથી. આ તમામ ખેલાડીઓ બાદમાં ટીમ સાથે જોડાશે. જ્યારે ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. હવે સવાલ એ છે કે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી ટીમ સાથે રવાના કેમ ન થયા?

આવતા અઠવાડિયે એટલે કે 1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની પ્રથમ ટુકડી અમેરિકા જવા રવાના થઈ ગઈ છે. આ વર્લ્ડ કપ આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડીઓ ભારતીય ટીમની પ્રથમ ટીમમાં સામેલ નથી. આ તમામ ખેલાડીઓ પછીથી ટીમ સાથે જોડાશે. પ્રથમ ટીમમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે.

ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ખેલાડીઓ અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે, અર્શદીપ સિંહ, શુભમન ગિલ અને ખલીલ અહેમદ સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

જ્યારે અન્ય ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ફાઈનલ મેચ બાદ 27 મેના રોજ રવાના થશે. IPLની ફાઈનલ 26મી મેના રોજ યોજાશે. આ બીજી ટીમમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી યુઝવેન્દ્ર ચહલ આવેશ ખાન અને યશસ્વી જયસ્વાલ સામેલ રહેશે.

સૂત્રોએ જણાવ્યું કે, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન 31 મે સુધીમાં ભારતીય ટીમ સાથે જોડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલીએ વર્લ્ડ કપ પહેલા બ્રેક લીધો છે. જ્યારે સંજુનું UAEમાં અંગત કામ છે. આ બંને બાદમાં હાર્દિકની સાથે ભારતીય ટીમ સાથે જોડાઇ જશે.

આ T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ તેની બીજી મેચ 9 જૂને રમશે. આ શાનદાર મેચ ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે રમાશે. આ વખતે આ બંને ટીમો એક જ ગ્રુપ-એમાં છે. આ બે સિવાય આયર્લેન્ડ, કેનેડા અને USA પણ આ ગ્રુપમાં છે.

ગ્રુપ એ ટીમ- ભારત, પાકિસ્તાન, આર્યલેન્ડ, કેનેડા, USA

ગ્રુપ બી ટીમ- ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન

ગ્રુપ સી ટીમ- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની

ગ્રુપ ડી ટીમ- સાઉથ આફ્રીકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નેપાળ

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ-રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. જ્યારે રિઝર્વ ખેલાડીઓમાં શુભમન ગિલ, રિકું સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp