કેપ્ટન ઈચ્છે છે..' હાર્દિક પંડ્યા માટે શું બોલી ગયો રોહિત શર્મા?

PC: cricket.one

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને સતત 3 હાર બાદ અંતે જીત મળી. તેણે પોતાની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 29 રનોથી નિરાશાજનક હાર આપી. આ જીત બાદ આખી ટીમ ખુશીથી ઝૂમતી નજરે પડી. રોહિત શર્માની જગ્યાએ નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ટૂર્નામેન્ટમાં ઉતરેલી મુંબઈ ટીમે પોતાની શરૂઆતી 3 મેચ ગુમાવી હતી. ત્યારબાદ ચોથી મેચોમાં જીત મળી. જીત બાદ ડ્રેસિંગ રૂમમાં સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં રોહિત શર્માએ 29 બૉલમાં વિસ્ફોટક 49 રનોની ઇનિંગ રમી હતી. તેના માટે મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે રોહિત શર્માને આ એવોર્ડ આપ્યો. આ દરમિયાન રોહિતે એવોર્ડ લીધા બાદ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને કહ્યું કે, આ એવું જ પ્રદર્શન છે, જેમ કોચ અને કેપ્ટન ઈચ્છે છે. બાઉચરે કહ્યું કે, રોહિત હું આ સ્પેશિયલ એવોર્ડ તને આપવા માગું છું કેમ કે આ બેટિંગ લાઇનઅપમાં તું જ સૌથી સીનિયર ખેલાડી છે.

એ સાંભળતા જ રોહિત થોડો ચોંક્યો, પરંતુ તેના ચહેરા પર સ્માઇલ પણ આવી ગઈ. ત્યારબાદ બેટિંગ કોચ કિરોન પોલાર્ડે આ એવોર્ડ (બેજ) રોહિતની જર્સી પર લગાવ્યું. ત્યારબાદ રોહિત શર્માએ કહ્યું કે, મારું માનવું છે કે આ બેટિંગમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ કંઈક એવું છે જેના માટે આપણે પહેલી જ મેચથી પ્રયાસ કરી રહ્યા હતા. તેનાથી ખબર પડે છે કે જો આખું બેટિંગ ગ્રુપ એક સાથે આવે અને પ્રદર્શન કરે તો વ્યક્તિગત પરફોર્મન્સ મહત્ત્વ ધરાવતું નથી.

જો આપણે ટીમનું લક્ષ્ય જોઈએ તો આપણે આ પ્રકારના સ્કોરથી તેને હાંસલ કરી શકીએ છીએ. આ પ્રદર્શન કંઈક એવું છે જેની બાબતે આપણે લાંબા સમયથી વાત પણ કરી રહ્યા છીએ. આ કંઈક એવું છે જે બેટિંગ કોચ (કિરોન પોલાર્ડ), માર્ક બાઉચર અને કેપ્ટન (હાર્દિક પંડ્યા) ઈચ્છે છે. એ જોવું શાનદાર છે, જેમ કે તમે કહ્યું કે આ પ્રદર્શનને લાંબા સમય સુધી ચાલુ રાખવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp