હાર્દિક જેવા ઘણા હશે... આશિષ નેહરા પંડ્યાના મુંબઈ ટ્રાન્સફર પર બેફામ બોલ્યા

PC: navbharattimes.indiatimes.com

ગુજરાત ટાઇટન્સ, આ ટીમ સતત સમાચારમાં રહે છે અને તેના સમાચારમાં રહેવા પાછળનું કારણ પણ વિચિત્ર છે. તેમના કેપ્ટન તેમને છોડી ગયા. તે તેના પહેલા ઘર મુંબઈમાં પાછો ગયો અને હવે આ મામલે ગુજરાતના મુખ્ય કોચ આશિષ નેહરાએ મોટું નિવેદન આપ્યું છે. નેહરાજી કહે છે કે, તેણે ક્યારેય હાર્દિક પંડ્યાને રોકવાનો પ્રયાસ કર્યો નથી. જોકે, એ વાત સાચી છે કે, ટીમ તેના અનુભવને ઘણી મિસ કરશે.

નેહરાએ શનિવારે મીડિયા સૂત્રોને કહ્યું, 'કોઈપણ રમતમાં તમારે આગળ વધવાનું હોય છે. તમે અનુભવ ખરીદી શકતા નથી અને હાર્દિક પંડ્યા અથવા ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીની જગ્યા લેવી આસાન નહીં હોય. પરંતુ આ શીખવાનો સમય છે અને આ રીતે ટીમો આગળ વધે છે.'

હાર્દિક પંડ્યાની સાથે મળીને નેહરાએ IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે બે વર્ષ સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાતે પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું. જ્યારે બીજી વખત તેઓ ફાઇનલમાં CSK સામે હારી ગયા હતા. નેહરાએ આ વાતચીતમાં એમ પણ કહ્યું કે, તેણે હાર્દિકને રોકવાનો પ્રયાસ કર્યો નથી. તેણે કહ્યું, 'મેં ક્યારેય પંડ્યાને રોકવાનો પ્રયાસ કર્યો નથી. તમે રમતા રમતા અનુભવ મેળવો છો. જો તે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીમાં ગયો હોત, તો કદાચ મેં તેને રોક્યો હોત. તે અહીં બે વર્ષ રમ્યો અને પછી તે ટીમમાં ગયો જ્યાં તે પાંચ-છ વર્ષ રમ્યો.

નેહરાએ ત્યાં સુધી આગાહી કરી હતી કે, ટૂંક સમયમાં IPL પણ યુરોપિયન ક્લબ ફૂટબોલના માર્ગ પર આગળ વધશે. તેણે કહ્યું, 'જે રીતે રમત આગળ વધી રહી છે, અમે ટૂંક સમયમાં ફૂટબોલની જેમ વેપાર અને ટ્રાન્સફર જોઈશું. તેના માટે આ એક નવો પડકાર છે અને કદાચ તે કંઈક નવું શીખશે અને અમે તેને શુભેચ્છા પાઠવીએ છીએ.'

નેહરાએ આ વાતચીતમાં ટીમના નવા કેપ્ટન શુભમન ગિલ પર પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું, 'નવા કેપ્ટન તરીકે હું જોવા માંગુ છું કે શુભમન ગિલ કેવી રીતે કામ કરે છે. માત્ર હું જ નહીં, સમગ્ર ભારત તેને જોવા માંગે છે, કારણ કે તે એક એવો ખેલાડી છે. તે ત્રણેય ફોર્મેટમાં રમવા અને સારો દેખાવ કરવા માંગે છે, તેથી ફ્રેન્ચાઇઝી તરીકે અમે વ્યક્તિગત અને કેપ્ટન તરીકે તેના વિકાસને સમર્થન આપવા માંગીએ છીએ. જો તે એક વ્યક્તિ તરીકે વિકાસ કરશે, તો તે આગળ જતા કેપ્ટન તરીકે વધુ સારો બનશે.'

હાર્દિકનું ઉદાહરણ આપતા નેહરાએ વધુમાં કહ્યું કે, 'હાર્દિક ગુજરાતમાં આવ્યો તે પહેલા તેને કોઈપણ ટીમની કેપ્ટનશિપ કરવાનો અનુભવ નહોતો. IPLની 10 ટીમો છે અને તમને ઘણા નવા કેપ્ટન જોવા મળશે. શ્રેયસ અય્યર અને નીતીશ રાણાએ KKRની કેપ્ટનશીપ કરી હતી. ચાલો જોઈએ કે આગળ વધતા આનો લાભ કોણ લઈ શકે છે.'

અહીં તમને જણાવી દઈએ કે, IPL2024 શુક્રવાર, 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp