આ 3 દિગ્ગજ ખેલાડીઓ જે ક્યારેય ભારતીય ટીમના કેપ્ટન નહીં બની શકે

PC: BCCI

ભારતીય ટીમ માટે રમવાનું દરેકનું સપનું હોય છે અને ઘણા ખેલાડીઓ આ સપનાને પૂરા કરતા પણ જોઈ છે પરંતુ દરેક ખેલાડી રષ્ટ્રીય ટીમમાં આવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકતો નથી. આ વચ્ચે કેટલાંક ખેલાડીઓ એવા પણ હોય છે જેમને ટીમની કેપ્ટન્સી કરવાની તક પણ મળે છે. ઘણી વખત ખરાબ પ્રદર્શનના કારણે ખેલાડીઓને કેપ્ટન્સી છોડતા પણ જોવામાં આવ્યા છે. સચિન તેંડુલકર તેનું ઉદાહરણ છે. ભારતીય ટીમમાં કેટલાંક કેપ્ટનોનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે અને તેમના વખાણ અને ચર્ચા પણ એટલા જ થતા રહે છે. કપિલ દેવ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બેસ્ટ ભારતીય કેપ્ટનોમાં સૌથી ઉપર આવે છે. અલગ અલગ પરિસ્થિતિઓમાં આ ત્રણ કેપ્ટનોએ ટીમ માટે કેપ્ટન તરીકે ઘણું સારું કામ કર્યું છે.

રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે પણ કેપ્ટન બન્યા હતા પરંતુ તેમને લાંબા સમય સુધી કેપ્ટન બની રહેવાની તક મળી ન હતી. આવી જ રીતે વીવીએસ લક્ષ્મણ ઝાહીર ખાન જેવા દિગ્ગજોને કેપ્ટન બનવાની તક મળી નથી. ઘણી વખત નિયમિત કેપ્ટનની ઉપસ્થિતિમાં ટીમનું નેતૃત્વ કરવાની તક અન્ય ખેલાડીઓને મળી જાય છે અને તેમની કેપ્ટન્સીમાં ટીમ સારું પ્રદર્શન જોઈ ફેન્સ તેમને કેપ્ટન બનાવવાની પણ માંગ કરે છે.

ભારતીય ટીમ માટે વનડે અને ટેસ્ટ મેચ રમનારા ચેતેશ્વર પુજારાને હજુ સુધી કેપ્ટન્સી કરવાની તક મળી નથી અને આગળ પણ કદાચ તેને કેપ્ટન્સી કરતો જોવામાં ન આવે. 103 ટેસ્ટ અને 5 વન ડે મેચ રમી ચુકેલા પુજારી ઉંમર 35 વર્ષની છે અને હાલમાં રોહિત શર્મા ટીમની કેપ્ટન્સી કરે છે અને તેને હાલમાં તો ટેસ્ટ ટીમમાં પણ સ્થાન નથી મળી રહ્યું, તેના પરથી કહી શકાય તે પૂજારાના કેપ્ટન બનવાના કોઈ ચાન્સ નથી.

ભારતીય ટીમના આ દિગ્ગજને પણ કેપ્ટન બનવાની તક હજુ સુધી મળી નથી. એશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 95 મેચો રમી છે અને વનડેમાં તેણે 116 મેચ રમી છે. ટી20 ક્રિકેટમાં પણ અશ્વિને 65 મેચો ભારતની ટીમ માટે રમી છે. પરંતુ હજુ સુધી એક પણ મેચમાં તેને કેપ્ટન બનવાની તક મળી હતી. તેણે ઘણી વખત પોતાના અલરાઉન્ડર તરીકેનું સારું પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાને મેચ જીતાડી છે. પરંતુ લાગતું નથી કે તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ક્યારેય બની શકે. હાલમાં તેની ઉંમર 37 વર્ષની છે.

ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમનારો રવિન્દ્ર જાડેજા પણ તે ખેલાડીઓના લિસ્ટમાં સામેલ છે, જેમણે સારું પ્રદર્શન કર્યું હોવા છત્તાં ટીમની કેપ્ટન્સી કરવાની તક સાંપડી નથી. હાલમાં ઓલરાઉન્ડર તરીકેના લિસ્ટમાં પહેલો ક્રમ ધરાવનારા રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 68 મેચો રમી છે. વન ડેમાં 197 મેચો અને ટી20માં 66 મેચ રમી છે. હાલમાં રોહિત શર્મા કેપ્ટન છે તો બૂમરાહ વાઇસ કેપ્ટન છે, એટલે જાડેજાનો પણ ટેસ્ટ કેપ્ટન બનવાનો કોઈ ચાન્સ નથી લાગતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp