આ 5 ખેલાડીએ T20 વર્લ્ડ કપનું સપનું છોડી દેવું જોઈએ, IPLનો જાદુ પણ કામ નહીં આવે

PC: indiatoday.in

T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. IPL પછી તરત જ તેનું આયોજન કરવામાં આવશે. ભારતીય ટીમ 2007થી ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી નથી. આ ટૂર્નામેન્ટ પહેલા ભારતે કોઈપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમવાની નથી. આવી સ્થિતિમાં, ખેલાડીઓ પાસે IPL પસંદગીકારો સમક્ષ પોતાને રજૂ કરવાની એકમાત્ર તક છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ IPLમાં જોરદાર પ્રદર્શન કરવા છતાં વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી શકશે નહીં. અમે તમને આવા જ 5 નામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ લિસ્ટમાં રુતુરાજ ગાયકવાડનું નામ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. પરંતુ તેના સારા રેકોર્ડ હોવા છતાં તેના માટે T20 વર્લ્ડ કપ રમવો લગભગ અશક્ય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી પછી રુતુરાજ માટે કોઈ જગ્યા ખાલી નથી. રોહિત અને વિરાટની જેમ રુતુરાજ પણ સેટલ થવામાં સમય લે છે. આ બંને ટીમમાં હોવાથી રુતુરાજ વર્લ્ડ કપ 2024 રમી શકશે નહીં.

KL રાહુલ આ ફોર્મેટમાં છેલ્લી વખત 2022 T20 વર્લ્ડ કપમાં ભારત માટે રમ્યો હતો. પસંદગીકારોએ તેમનાથી આગળ જોવાનું શરૂ કર્યું છે. રાહુલ IPLમાં વિકેટકીપર તરીકે મિડલ ઓર્ડરમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ રાહુલને ત્યાં ઘણા પડકારનો સામનો કરવો પડશે. જીતેશ શર્મા અને સંજુ સેમસન સતત મિડલ ઓર્ડરમાં રમી રહ્યા છે અને ભારતીય ટીમનો એક ભાગ પણ છે.

થોડા સમય પહેલા ઈશાન કિશન ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો હતો. 2023 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતો. પરંતુ તેના માટે 2024નો T20 વર્લ્ડ કપ રમવો લગભગ અશક્ય છે. ઈશાન ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને તેમાં વિકેટકીપર માટે કોઈ જગ્યા નથી. આ જ કારણ છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તે સતત બેન્ચ પર જ બેસી રહ્યો હતો.

હર્ષલ પટેલ થોડા સમય પહેલા સુધી T-20 ફોર્મેટમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર માનવામાં આવતો હતો. IPLમાં પર્પલ કેપ જીતનાર હર્ષલ હવે પહેલા જેવી અજાયબી કરી શકતો નથી. આ જ કારણ છે કે તેને ભારતીય ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે.

યુઝવેન્દ્ર ચહલને ભારતનો સૌથી કમનસીબ ક્રિકેટર કહેવામાં આવે તો ખોટું નહીં હોય. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આ પછી પણ તેને વર્લ્ડ કપની એક પણ મેચ રમવાની તક મળી નથી. રવિ બિશ્નોઈ, સુંદર, કુલદીપ, અક્ષર અને જાડેજા સ્પિનર તરીકે ટીમનો ભાગ છે. આવી સ્થિતિમાં ચહલે આ વખતે પણ T20 વર્લ્ડ કપ રમવાનું સપનું છોડી દેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp