આ ચોગ્ગા,આ છગ્ગા...બાંગ્લાદેશી ટાઇગરને કરાવ્યો નાગિન ડાન્સ, ડેવિડ મલને બનાવી સદી

PC: cnbctv18.com

ઈંગ્લેન્ડના ઓપનર ડેવિડ મલને બાંગ્લાદેશ સામે તેની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. ODI વર્લ્ડ કપ 2023ની આ મેચમાં જો કે તેની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ થોડા જ સમયમાં તેણે બાંગ્લાદેશી બોલરોને બરાબરના ફટકારવાનું શરૂ કરી દીધું હતું.

ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર ડેવિડ મલાન (107 બોલ, 16 ચોગ્ગા અને 5 છગ્ગા, 140 રન)એ શાનદાર સદી ફટકારીને બાંગ્લાદેશના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી.ધર્મશાળામાં રમાતી ODI વર્લ્ડ કપ 2023ની 7મી મેચમાં ડેવિડ મલાનની શરૂઆત ધીમી હતી, પરંતુ જ્યારે તેણે 5મી ઓવર પછી તેણે પોતાનો ઈરાદો બદલીને જે બાંગ્લાદેશી બોલરોની ધોલાઈ કરી છે કે તેણે બાંગ્લાદેશી ટાઈગરોને નાગિન ડાન્સ કરવા માટે મજબુર કરી દીધા હતા તેણે પોતાની અડધી સદી 39 બોલમાં પૂરી કરી અને પોતાની સદી સુધી પહોંચવા માટે 91 બોલનો સામનો કર્યો. વનડેમાં આ તેની છઠ્ઠી સદી છે અને આ વર્લ્ડ કપમાં તેની પ્રથમ સદી છે. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી.

આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી બાંગ્લાદેશની તરફેણમાં કંઈ જ જતું હોય તેવું જણાતું નહોતું. ધીમી શરૂઆત કરનાર ડેવિડ મલાન અને પોતાની 100મી વનડે રમી રહેલા જોની બેરસ્ટોએ થોડા જ સમયમાં બાંગ્લાદેશી બોલરો પર પોતાનું પ્રભુત્વ બતાવીને રન બનાવવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ મળીને 17.5 ઓવરમાં 115 રનની ભાગીદારી કરી હતી, જ્યારે ડેવિડ માલાને 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

આ દરમિયાન, મુસ્તાફિઝુર રહેમાનની ઓવરમાં DRSથી બચી ગયા પછી, તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી અને પછી સમયાંતરે બોલને જોરદાર રીતે ફટકારતો રહ્યો હતો. બીજી તરફ બેયરસ્ટોએ પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, 52 રન બનાવ્યા પછી તે શાકિબ અલ હસનની નીચી રહેલી એકદમ અદભુત બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. બેયરસ્ટોએ 59 બોલમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા, જો કે ડેવિડ મલાન વિકેટ પડ્યા પછી થોડો ધીમો પડી ગયો હતો, પરંતુ આ તોફાન પહેલાની શાંતિ હતી.

જો રૂટના મેદાન પર સ્થિર થઇ ગયા પછી મલાને ફરી રનનો વરસાદ શરૂ કર્યો હતો. આ દરમિયાન બાંગ્લાદેશી બોલરોએ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. અને જોત જોતામાં તેણે થોડી જ વારમાં 91 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ પછી તરત જ મેહદી હસનની 33મી ઓવરના છેલ્લા 4 બોલમાં ચાર ચોગ્ગા અને એક હેટ્રિક સિક્સર ફટકારી હતી. તે 107 બોલમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 140 રન બનાવીને આઉટ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp