IPL ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી સૌથી મોંઘી કિંમતે ખરીદાયો
IPLની 17મી સિઝન માટે મીની ઓકશન દુબઇ ખાતે ચાલી રહ્યું છે, કુલ 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. BCCIએ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. 2024માં 10 ટીમો ટકરાશે.
IPLના ઇતિહાસમાં પહેલીવાર વિદેશમાં હરાજી કરવામાં આવી રહી છે અને પહેલીવાર એવું બન્યું છે કે એક મહિલાને બોલી લગાવવા માટે તક આપવામાં આવી છે.IPLના ઇતિહાસમાં પહેલીવાર ઓકશનર તરીકે મલ્લિકા સાગરને તક મળી છે.
આ ઓકશનમાં સૌથી વધારે રકમ ઓસ્ટ્રેલિયાના ક્રિક્રેટર મિચેલ સ્ટાર્કને મળી છે. કોલકાત્તા નાઇટ રાઇડર (KKR)એ મિચેલને 24.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. આ ખેલાડીને ખરીદવા માટે KKR અને ગુજરાત વચ્ચે ભારે ખેંચતાણ ચાલી હતી, પરંતુ આખરે KKR સફળ રહી હતી.
ટીમ ઇન્ડીયાનો સૌથી મોંઘો ખેલાડી હર્ષલ પટેલ બન્યો હતો. પંજાબ કિંગ્સે હર્ષલને 11. 75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. હર્ષલ માટે પણ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ખેંચતાણ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp