અમેરિકામાં પાકિસ્તાનીની દુકાનમાં વેચતો હતો પરફ્યૂમ, આજે વરસી રહ્યા છે કરોડો

PC: indiatvnews.com

IPLથી રાતોરાત સ્ટાર બની જનારા હર્ષલ પટેલના ભૂતકાળ વિશે આજે જાણીએ. અત્યારે કરોડોમાં રમતા હર્ષલ પટેલ માટે હંમેશાંથી બધું જ શાનદાર ન હતું, આજે ભલે જ તે કરોડોની કમાણી કરી રહ્યો છે, પણ એક સમય એવો પણ હતો, જ્યારે તે નાની દુકાનમાં 12 કલાક કામ કરતો હતો અને તેને રોજના 1500 રૂપિયા મળતા હતા, તે પણ અમેરિકા જેવા દેશમાં. તેણે જીવનમાં અનેકવાર રિજેક્શનને સહન કર્યું છે, એકવાર તો IPL દરમિયાન તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો, પણ દરેકવાર આ બોલર પરિસ્થિતિનો સામનો કરીને ચેમ્પિયન બનીને બહાર નીકળ્યો.

હર્ષલ પટેલે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ શોમાં પોતાના જીવન સાથે જોડાયેલી અનેક ઘટનાઓ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેનો પરિવાર અમેરિકા ગયો હતો અને કેવી રીતે તે એક પાકિસ્તાની દુકાનદારની પરફ્યુમની શોપ પર નોકરી કરતો હતો, જ્યાં તેને 14 વર્ષ પહેલા દૈનિક 35 ડૉલર એટલે કે, 1500 રૂપિયા મળતા હતા. અમેરિકામાં જીવન વિતાવવા માટે આ પૈસા ખૂબ જ ઓછાં હતા, પણ તે આ પરિસ્થિતિઓથી ગભરાયા વિના સંઘર્ષ કરતો રહ્યો.

2017માં હર્ષલ RCBની સાથે હતો, ત્યારે તેને એક દિવસ ડેનિયલ વિટોરી, જે ટીમના કોચિંગ સ્ટાફમાં હતો, તેણે બોલાવીને કહ્યું કે, આગામી 4-5 મેચમાં તે નહીં રમશે, જ્યારે ટીમને તેની જરૂર રહેશે, તેને બોલાવવામાં આવશે. તેને લીગની વચ્ચેથી ઘરે મોકલાવી દેવામાં આવ્યો હતો. જોકે, તે સિઝનમાં RCB પ્લેઓફ સુધી પહોંચી શકી ન હતી, ત્યારબાદ હર્ષલને વિટોરીને મેસેજ કરીને એક મેચ રમાડવાની અપીલ કરી હતી.  

હર્ષલે આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મેં બાળપણથી પિતાજીને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરતા જોયા છે. શિયાળો-ઉનાળો અથવા વરસાદ મોસમ કોઈ પણ હોય, તે કામ કરતા હતા. મારા માતા-પિતા 2008માં અમેરિકા ગયા હતા, ત્યારે મારી ઉંમર 17 વર્ષ હતી અને તે નાણાકીય મંદીનું વર્ષ હતું. તે સમયે ભારતના લોકો, જેમનું શિક્ષણ આટલું સારું ન હતું, જેમને ત્યાંની ભાષા આવડતી ન હતી, તેમણે ત્યાં મજૂરી કરવી પડતી હતી. હવે અમેરિકા પહોંચી ગયા તો કામ તો કરવાનું હતું. કેમ કે, પરિવાર અને પોતાની જવાબદારી ઉઠાવવાની હતી, તો હું ન્યૂજર્સીમાં એક પાકિસ્તાની વ્યક્તિના પરફ્યુમની દુકાનમાં નોકરી કરવા લાગ્યો. અંગ્રેજી આવડતું ન હતું. કેમ કે, પૂર્ણ શિક્ષણ ગુજરાતી મીડિયમમાં થયું હતું, જે વિસ્તારમાં આ દુકાન હતી, ત્યાં લેટીન અને આફ્રીકી અમેરિકન રહેતા હતા. તેમની અંગ્રેજી સ્લેગ અન્ય અમેરિકાના નાગરીકો કરતા અલગ હતું. હું ધીમે-ધીમે તે ગેંગસ્ટર અંગ્રેજી શીખી ગયો હતો.

આ બોલરે જણાવ્યું કે, તે પરફ્યુમની દુકાન પર દરેક શુક્રવારે લેટીન અને આફ્રિકી અમેરિકન આવતા હતા. આ જ દિવસે તેમને પૈસા મળતા હતા અને 200 ડૉલરની સેલેરીમાંથી 100 ડૉલર પરફ્યુમની બોટલ ખરીદી કરવામાં ખર્ચ કરતા હતા. તેમજ, સોમવારે તે જ બોટલ લઈને પાછા આવતા હતા અને મને કહેતા હતા કે, મેં આમાંથી બે-ત્રણ વાર જ પરફ્યુમ લગાવ્યું છે, આને પાછી આપવા ઈચ્છું છું, મારી પાસે ખાવા માટે કંઈ નથી, મારા માટે આ જીવન બદલનાર અનુભવ રહ્યો છે. કેમ કે, હું પૈસા અને કામ બંનેનું મહત્ત્વ સમજી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp