આ તો હદ થઇ, યાર...પાકિસ્તાન કેપ્ટનની 'શાન'તો ઠીક,પ્રેસ કોન્ફરન્સમાં કરી બેઇજ્જતી
પાકિસ્તાન ક્રિકેટમાં ડ્રામા થવો કંઈ નવું નથી. ક્યારેક કેપ્ટન બદલવામાં આવે છે, તો ક્યારેક પસંદગીકારોને બરતરફ કરવામાં આવે છે. કોઈપણ પોસ્ટ પર કોઈની જગ્યા કન્ફર્મ નથી હોતી. આ કારણે ન તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ન તો કેપ્ટનને સન્માન મળે છે. ટેસ્ટ કેપ્ટન શાન મસૂદ પણ આનો શિકાર બન્યો છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મસૂદનું અપમાન કરવામાં આવ્યું છે.
ઇંગ્લેન્ડ સામેની હોમ સિરીઝની પ્રથમ મેચ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે જાળવી રાખ્યા પછી મસૂદની મીડિયા સાથેની આ પ્રથમ મુલાકાત હતી. પ્રેસ કોન્ફરન્સમાં PCB અને પસંદગીકારોની ટીકા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, જે ખેલાડીઓ સતત નિષ્ફળ જઈ રહ્યા છે, તેમને સતત તકો આપવામાં આવી રહી છે. કેટલાક યુવા ખેલાડીઓની પણ અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે પસંદગીકાર મોહમ્મદ યુસુફે પણ પોતાનું પદ છોડવું પડ્યું હતું.
પત્રકારે પાકિસ્તાનના કેપ્ટનને પૂછ્યું, 'શાન, તમે કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ (PCB) તમને તક આપશે ત્યાં સુધી તમે ચાલુ રહેશો. પરંતુ શું તમારું દિલ તમને નથી કહેતું કે તમે હરિ રહ્યા છો, પ્રદર્શન કરી શકતા નથી અને તમારે ચાલ્યા જવું જોઈએ?' આ સવાલથી ગુસ્સે થઈને મસૂદે PCBના મીડિયા અને કોમ્યુનિકેશન ડિરેક્ટર સમી ઉલ હસન તરફ જોયું. હસને સ્મિત સાથે પરિસ્થિતિને સંભાળી. શાન મસૂદે પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.
પ્રેસ કોન્ફરન્સ ખતમ થયા પછી સામી ઉલ હસને પત્રકારોને ઠપકો આપ્યો હતો. તેણે કહ્યું, 'મારી એક છેલ્લી નમ્ર વિનંતી છે... પાકિસ્તાનના કેપ્ટન બેઠા છે, તમે ચોક્કસ પ્રશ્નો પૂછી શકો છો, પરંતુ મહેરબાની કરીને તેમને આદર સહીત પૂછો... તમે પાકિસ્તાનના કેપ્ટનને જે પ્રશ્ન પૂછ્યો હતો તે પૂછવાની આ યોગ્ય રીત ન હતી.'
@TheRealPCB this journalist is The Man of the press conference 😂
— Agenda Girl 🙈 (@agenda_girl021) September 30, 2024
Fans k Dil ki BAAT krdi pic.twitter.com/hCV2lv994L
આ વર્ષની શરૂઆતમાં ગ્રૂપ સ્ટેજમાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી પાકિસ્તાનને બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમને ઈંગ્લેન્ડ સામે 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 7 ઓક્ટોબરથી મુલ્તાનમાં શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp