ગુજરાતની ટીમના આ ખેલાડી  ગાવસ્કરે કહ્યું- તે હંમેશાં 100% આપે છે

PC: BCCI

રાજસ્થાન સામેની મેચમાં ધમાકેદાર વિજય અપાવનાર ગુજરાત ટાઇટન્સના ખેલાડી રાશિદ ખાનના ચારેબાજુ ભરપેટ વખાણ થઈ રહ્યા છે, જેમાં સુનિલ ગાવસ્કર પણ બાકી નથી. ગાવસ્કરે ગુજરાતની જીત બાદ કહ્યું હતું કે, જ્યારે બેટિંગની વાત આવી તો રાશિદે પિચને સારી રીતે પિક કરી. તે આવ્યો અને રન બનાવવા લાગ્યો. આ જ કારણ છે કે દુનિયાભરની ફ્રેન્ચાઇઝીઓને તેને પોતાની ટીમમાં શામેલ કરવા માટે જલદી હોય છે. તે બધા પોતાની ટીમમાં રાશિદને લેવા માગે છે. તેનો વિશ્વાસ, તેની બેટિંગ અને તેની બોલિંગ જોઈને અને જ્યારે તે ફીલ્ડિંગ પણ કરે છે તો તે જીવ લગાવીને કરે છે.

ગાવસ્કરે વધુમાં કહ્યું કે, ફીલ્ડિંગ કરતી વખતે બોલર હંમેશાં ડાઇવ મારતી વખતે ચિંતિત રહે છે, કારણ કે તેના ખભામાં કોઈ ઈજા થઈ તો કરિયર ખતરામાં પડી શકે છે, પરંતુ રાશિદ ખાન એવું નથી વિચારતો, તે પોતાની ટીમ માટે 100 ટકા યોગદાન આપે છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ (RR vs GT)ના દિગ્ગજ રાશિદ ખાને અદ્ભુત બેટિંગ અને બોલિંગ કરી હતી, જ્યારે રાશિદે બોલિંગ દરમિયાન એક વિકેટ લેવાની અજાયબી કરી હતી, તો બીજી તરફ બેટિંગ દરમિયાન તેણે 11 બોલમાં 24 રન બનાવ્યા હતા અને તેની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાશિદના ઓલરાઉન્ડ પ્રદર્શનથી તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો. રશીદે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતીને IPLમાં ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાન IPLના ઈતિહાસમાં 25 વર્ષ કે તેથી ઓછી ઉંમરમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ખેલાડી બની ગયો છે.

રાશિદે 12મી વખત IPLમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી છે. આમ કરીને રાશિદે એક સાથે અનેક દિગ્ગજોને હરાવી દીધા છે. અહીં તમને જણાવી દઈએ કે, આ મામલામાં ગિલ IPLમાં 9 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતી ચૂક્યો છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડે 8 વખત, રોહિત શર્માએ 7 વખત અને રહાણેએ પણ 25 કે તેથી ઓછી ઉંમરે 7 વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો. આ કિસ્સામાં સંજુ સેમસન પણ IPLમાં 7 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો. અત્યારે રાશિદની ઉંમર 25 વર્ષ છે અને ગિલની ઉંમર 24 વર્ષની છે. આવી સ્થિતિમાં ગિલ પાસે રાશિદનો આ રેકોર્ડ તોડવાનો મોકો હશે.

IPLમાં 25 કે તેથી ઓછી ઉંમરે સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડીઓઃ ૧૨-રાશિદ ખાન, 9-શુભમન ગિલ, 8-ઋતુરાજ ગાયકવાડ, 7-રોહિત શર્મા, 7-અજિંક્ય રહાણે, 7-સંજુ સેમસન.

મેચની વાત કરીએ તો, તમને જણાવી દઈએ કે, પહેલા રમતા રાજસ્થાને 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા હતા, ત્યાર પછી ગુજરાતે છેલ્લા બોલ પર મેચ જીતીને અજાયબી કરી હતી. રાજસ્થાનને આ સિઝનમાં પહેલી હાર મળી છે. આ સાથે જ IPLના ઈતિહાસમાં છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કરવાનો ગુજરાતનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 2022માં ગુજરાતે હૈદરાબાદ સામેની મેચમાં 196 રન બનાવીને જીત મેળવી હતી.

છેલ્લા બોલ પર GT માટે સૌથી સફળ ચેઝ: 197 રન Vs RR, જયપુર, 2024*, 196 રન Vs SRH, વાનખેડે, 2022, 190 રન Vs PBKS, બ્રેબોર્ન, 2022.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp