IPL ઓક્શન અગાઉ મોટા સમાચાર, આ 3 સ્ટાર ખેલાડીઓને નામ ખેચ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મિની ઓક્શન આજે દુબઈમાં થવાનું છે. આ ઓક્શન બપોરે 1:00 વાગ્યાથી શરૂ થશે. જેમાં 215 અનકેપ્ડ ખેલાડી સહિત 333 ખેલાડીઓ પર બોલી લાગશે, પરંતુ આ ઓક્શન અગાઉ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના સ્ટાર લેગ સ્પિનર રેહાન અહમદે IPL ઓક્શનમાંથી નામ લઈ લીધું છે. એ સિવાય બાંગ્લાદેશી ટીમના સ્ટાર ફાસ્ટ બોલર તસ્કીન અહમદ અને શૌરીફૂલ ઇસ્લામે પણ IPL ઓક્શનમાંથી નામ ખેચી લીધું છે.
એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, મિસ્ટ્રી સ્પિનર રેહાન અહમદે શોર્ટ નોટિસ આપીને પોતાનું નામ પાછું ખેચ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ પોતાના ઘરમાં પાકિસ્તાન વિરુદ્ધ 22-30 મે વચ્ચે T20 સીરિઝ રમશે, પરંતુ ઈગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) કહ્યું કે તેના ખેલાડી IPL માટે ઉપલબ્ધ હશે. ઇંગ્લેન્ડની ટીમના હેરી બ્રુક, ફિલ સાલ્ટ, ક્રિસ વૉક્સ અને આદિલ રાશિદ ઇંગ્લેન્ડના એ સ્ટાર ખેલાડીઓમાંથી છે જે ઓક્શનમાં સામેલ થશે, પરંતુ આ દરમિયાન 19 વર્ષીય રેહાન અહમદે પોતાનું નામ IPL ઓક્શનમાંથી પાછું લઈ લીધું છે.
રેહાનને આગામી વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવવાનું છે. જ્યાં તેણે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. ત્યારબાદ તે IPL રમે છે તો તેણે હજુ લગભગ 2 મહિના દેશ બહાર રહેવું પડશે, પરંતુ ઈંગ્લેન્ડ બોર્ડ ઇચ્છતું નથી કે રેહાન અહમદ ઓછી ઉંમરમાં આટલા લાંબા સમય સુધી ઘરથી દૂર રહે. બીજી તરફ બાંગ્લાદેશ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર તસ્કીન અહમદ અને શૌરીફૂલ ઇસ્લામે પણ IPL ઓક્શનમાંથી નામ પાછું લઈ લીધું છે. તેનું કારણ છે કે બાંગ્લાદેશને માર્ચ અને એપ્રિલ દરમિયાન જ પોતાના ઘરમાં શ્રીલંકા અને ઝીમ્બાબ્વે વિરુદ્ધ સીરિઝ રમવાની છે. એવામાં આ ખેલાડી IPL નહીં રમી શકે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે BCCI અને IPL કમિટીને આ વાતની જાણકારી આપી છે. બાંગ્લાદેશે વ્યાસ શેડ્યૂલના કારણે બંને નહીં રમવાની પુષ્ટિ કરી છે. તો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અડધી IPL નહીં રમી શકે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ કન્ફર્મ કર્યું કે તે ઇજાના કારણે મેથી ઉપલબ્ધ નહીં રહે. જો કે તે IPL ઓક્શનનો હિસ્સો છે અને તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિય છે અને તેનું નામ સેટ-4માં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp