શું MIએ કરી ચીટિંગ? ડગ આઉટથી આવ્યો રિવ્યૂ લેવાનો નિર્ણય, સેમ કરનનો ફૂટ્યો ગુસ્સો

PC: BCCI

IPL 2024 દરમિયાન અમ્પાયર અને થર્ડ અમ્પાયરનો નિર્ણય ઘણી વખત સવાલોના ઘેરામાં આવ્યા છે. ગુરુવારે 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થયેલી મેચ દરમિયાન પણ કંઈક એવું જોવા મળ્યું, તો આ મેચ દરમિયાન મુંબઈ પર ચીટિંગના આરોપ લાગી રહ્યા છે. જો અમ્પાયરના નિર્ણયને પડકાર આપવા માટે બંને ટીમોમાંથી કોઈએ રિવ્યૂ લેવું હોય તો તેનો નિર્ણય મેદાનની અંદર પોતે કરે છે. પોવેલિયનમાં બેઠા સપોર્ટ સ્ટાફ અને અન્ય ખેલાડીઓનું તેમાં કોઈ યોગદાન હોતું નથી. પરંતુ પંજાબ સામે મુંબઈના ડગઆઉટથી રિવ્યૂની માગ કરવામાં આવી. આ નજારાને જોયા બાદ પંજાબન કેપ્ટન સેમ કરન ગુસ્સામાં નજરે પડ્યો.

આ ઘટના મુંબાઈની ઇનિંગની 15મી ઓવરની છે. અર્શદીપ સિંહે ઓવરનો ચોથો બૉલ સૂર્યકુમાર યાદવને વાઈડ યોર્કર નાખ્યો. અમ્પાયરે આ બૉલને લીગલ કરાર આપી દીધો, પરંતુ થોડી સેકન્ડ બાદ જ્યારે મુંબઈના ડગઆઉટમાં બેઠા સપોર્ટ સ્ટાફ ટીવી પર આ બૉલ જોયો તો તેણે સૂર્યાને રિવ્યૂ લેવા કહ્યું. ડગઆઉટથી આવેલા આ સંદેશને સૂર્યાએ માન્યો અને રિવ્યૂ લીધું. તેનાથી પંજાબનો કેપ્ટન સેમ કરન નિરાશ નજરે પડ્યો. તેણે અમ્પાયર સાથે આ બાબતે વાત કરી, પરંતુ કોઈ પરિણામ ન નીકળ્યું. થર્ડ અમ્પાયરે સૂર્યાના રિવ્યૂ પર બૉલ ચેક કર્યો અને તેને વાઈડ કરાર આપ્યો. ત્યારબાદ સેમ કરણ ખૂબ ગુસ્સામાં નજરે પડ્યો.

થર્ડ અમ્પાયરની બીજી ભૂલની ઘટના મુંબઈની જ ઇનિંગની 19મી ઓવરની છે. સેમ કરને ઓવરનો ત્રીજો બૉલ ઓફ સ્ટમ્પ બહાર નાખ્યો હતો. ટીમ ડેવિડ એ બૉલને કટ કરવા માગતો હતો. અમ્પાયરે તો તેને લીગલ કરાર આપ્યો, પરંતુ ટીમ ડેવિડે તેના આ નિર્ણયને પડકાર આપ્યો, થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ તેને વાઈડ કરાર આપ્યો, જ્યારે બૉલ ટીમ ડેવિડની બેટ નીચેથી ગયો હતો અને બૉલ તેની રેન્જમાં હતો. અમ્પાયરના આ નિર્ણયની ખૂબ નિંદા થઈ રહી છે.

મેચની વાત કરીએ તો પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાણો નિર્ણય લીધો હતો. મુંબઇએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ 78 રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા. તો પંજાબ તરફથી બોલિંગ કરતા હર્ષલ પટેલે સૌથી વધું 3 વિકેટ લીધી. 193 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ 19.1 ઓવરમાં 183 રન પર જ ઢેર થઈ ગઈ. પંજાબ તરફથી સૌથી વધુ 61 રન આશુતોષ શર્માએ બનાવ્યા હતા. તો મુંબઈ માટે બોલિંગ કરતા ગેરાલ્ડ કોએત્ઝી અને જસપ્રીત બૂમરાહે 3-3 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp