રોહિત સંન્યાસ નહોતો લેવાનો પણ આ કારણે લીધો, ‘જે લખ્યું છે, એ થવાનું છે, પણ..’
ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકન ટીમને હરાવીને જીત હાંસલ કરી છે. ત્યારબાદ ટીમનાઆ કેપ્ટન રોહિત શર્માનો દાર્શનિક અંદાજ જોવા મળ્યો. રોહિત શર્માએ કહ્યું કે, હું વિશ્વાસ કરું છું કે જે લખ્યું છે એ થઈને રહેશે. મને લાગે છે જે થયું એ પહેલાથી જ લખેલું હતું, પરંતુ મેચ અગાઉ એ ખબર હોતી નથી કે શું લખ્યું છે. એ જ તો રમત છે. નહીં તો અમે આરામથી આવતા કે લખેલું જ છે. મેં ક્યારેય T20 ક્રિકેટથી સંન્યાસ લેવા બાબતે વિચાર્યું નહોતું.
વર્લ્ડ કપ ટ્રોફી સાથે સંન્યાસ લેવાથી સારું બીજું શું હોય શકે છે. રોહિત શર્માએ ક્યારેય T20 ઇન્ટરનેશનલથી સંન્યાસ લેવા બાબતે વિચાર્યું નહોતું, પરંતુ વિરાટ કોહલીની જેમ તેણે યુવા ખેલાડીઓ માટે રસ્તો બનાવવો હતો, આ કારણે તેણે આ નિર્ણય લીધો. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રોમાંચક 7 રનથી જીત બાદ મીડિયા સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે, T20ને અલવિદા કહેવા માટે તેનાથી સારો સમય નહીં હોય શકે. રોહિતે કહ્યું કે, તે IPL રમવાનું ચાલુ રાખશે.
રોહિત શર્માએ કહ્યું કે, હું પોતાના ભવિષ્ય બાબતે આ પ્રકારના નિર્ણય લેતો નથી. મને અંદરથી જે પણ યોગ્ય લાગે છે હું એ જ કરવાનો પ્રયાસ કરું છું. હું ભવિષ્ય બાબતે વધારે વિચારતો નથી કે તેની બાબતે હું ક્યારેય વિચાર્યું નહોતું કે, ગત વર્ષના વન-ડે વર્લ્ડ કપ બાદ આ વર્લ્ડ કપ રમીશ કે નહીં. રોહિતને જ્યારે પૂછવામાં આવ્યું કે, જો ભારતે 7 મહિના અગાઉ ઘરેલુ મેદાન પર વન-ડે વર્લ્ડ કપ જીત્યો હોત તો શું તે પહેલા જ T20થી પહેલા જ સંન્યાસ લઈ લેતો? તેના જવાબમાં રોહિતે કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું T20માંથી સંન્યાસ લઇશ, પરંતુ સ્થિતિ એવી છે કે મને લાગ્યું કે, એ મારા માટે એકદમ યોગ્ય સમય છે. વર્લ્ડ કપ જીતવા સાથે સંન્યાસ લેવાથી સારું કંઇ નહીં હોય શકે.
રોહિત શર્માએ દાર્શનિક અંદાજમાં કહ્યું કે, જે લખેલું છે, એ થાય છે. ભારત ટૂર્નામેન્ટમાં સૌથી બેલેન્સ ટીમ હોવા છતા વન-ડેમાં ફિનિશિંગ લાઇન પાર ન કરી શકી. ગત જૂનમાં ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એક ફેમસ હિન્દી ફિલ્મની પંક્તિઓ ઉપયોગ કરતા રોહિતે કહ્યું કે, જીત સિતોરો મેં લીખી થી. તેણે કહ્યું જે લખ્યું છે એ થવાનું છે. એ પહેલાથી લખ્યું હતું, પરંતુ આપણને એ ખબર હોતી નથી કે ક્યારે લખ્યું છે, નહીં તો અમે આરામથી આવતા અને કહેતા લખ્યું છે અને થઈ જશે.
રોહિતે હેનરીક ક્લાસેનની ઇનિંગની મદદથી દક્ષિણ આફ્રિકાની લીડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બધુ યોગ્ય હોવું જોઈએ, જેમ કે તમે જોયું કે અમે રમતમાં ખૂબ પાછળ હતા. એક સમાએ લાગી રહ્યું હતું કે તેઓ સરળતાથી જીતી જશે. ધોનીની કેપ્ટન્સીમાં વર્ષ 2007માં જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતી હતી, ત્યારથી લઈને પોતાના T20 સફર બાબતે વાત કરતા રોહિતે કહ્યું કે, મને કહેવામાં આવ્યું કે મેં 2007માં શરૂઆત કરી. વર્લ્ડ કપ જીત્યો અને વર્લ્ડ કપ જીત્યા બાદ હું રમતથી સંન્યાસ લઈ રહ્યો છું. એ મારા માટે એક અનુકૂળ સમય છે. એક ચક્ર પૂરું થઈ ગયું છે એટલે હું ખૂબ ખુશ છું.
રોહિતે કહ્યું કે, હું એ સમયે 20 વર્ષનો હતો. હું પોતાના ખેલાડીઓને કહું છું કે તેઓ પોતાની ભૂમિકા નિભાવે. એ સમયે મારો પણ એક રોલ હતો. હું 5 કે 6 નંબર પર બેટિંગ કરતો હતો. અમારા માટે શાનદાર પ્રદર્શન કરવું જરૂરી હતું. એટલા વર્ષ સુધી રમ્યા બાદ હવે હું રમવાની શાનદાર રીતો સમજુ છું. એ શાનદાર રહ્યું. ત્રણેય ફોર્મેટમાં રમવું અને કેપ્ટન્સી કરવી પડકાર છે. હું કહી શકું છું કે પરિસ્થિતિઓ અને વર્લ્ડ કપ માટે ઇંતજાર જોતા શનિવારે મળેલી જીત કરિયરની સૌથી મોટી જીતમાંથી એક હતી.
એ મારા માટે શાનદાર સમય છે. હું આ જીત માટે હૂબ ઉત્સુક હતો. આટલા વર્ષોથી મેં જેટલા પણ રન બનાવ્યા છે, મને લાગે છે કે મહત્ત્વ રાખે છે પરંતુ હું આંકડાઓ અને આ પ્રકારની વસ્તુ પર વધારે ધ્યાન આપતો નથી. દેશ માટે મેચ જીતવી, દેશ માટે ટ્રોફી જીતવી,આ એ વસ્તુ છે જેનો હું હંમેશાં ઇંતજાર કરું છું. હવે મારી પાસે એ હોવું સૌથી મોટી વાત છે. ઈમાનદારીથી કહું છું કે મને ખબર નથી કે એ સૌથી મોટી વાત છે કે કોઈ બીજી વાત, પરંતુ નિશ્ચિત રૂપે સૌથી મોટી વસ્તુઓમાંથી એક છે.
રોહિતે કહ્યું કે, તેઓ ટ્રોફી માટે ઉત્સુક હતો. તે ખૂબ ઈમોશનલ હતો. તેણે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. એ પળને હું હંમેશાં યાદ રાખીશ. કોહલી અને દ્રવિડ એ સન્માનના હકદાર હતા. અમારામાંથી કોઇથી પણ વધારે રાહુલભાઈ ટ્રોફીના વધારે હકદાર હતા. છેલ્લા 20-25 વર્ષમાં તેમણે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તે શાનદાર છે. હું ટીમ તરફથી ખૂબ ખુશ છું કે અમે વાસ્તવમાં એમ કરી શક્યા. વિરાટ એક ચેમ્પિયન ખેલાડી રહ્યો છે અમે જાણીએ છીએ કે તેણે અમારા માટે શું કર્યું છે. કોઈક ને કોઈક સમયે બધાએ રમતને અલવિદા કહેવી પડે છે અને વિરાટ એ વાતને લઈને ખૂબ સ્પષ્ટ હતો. ટૂર્નામેન્ટની શરૂઆત અગાઉ પણ તે સ્પષ્ટ હતો. હું ખૂબ ખુશ છું કે તેણે ફાઇનલમાં શાનદાર બેટિંગ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp