‘આજે પત્નીનો ફોન આવ્યો, રડી રહી હતી, માફી માગી રહી હતી’, ધવનનો વીડિયો વાયરલ
ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન શિખર ધવનને થોડા દિવસ અગાઉ જ કોર્ટે પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડાની મંજૂરી આપી છે. ધવન અને આયશાને છૂટાછેડાની મંજૂરી આપતા કોર્ટે માન્યું કે તેની પત્નીએ માનસિક ક્રૂરતા કરી છે. તે પત્નીથી અલગ રહે છે. ધવન લાંબા સમયથી ક્રિકેટ એક્શનથી દૂર છે. તે છેલ્લી વખત IPLમાં રમતો નજરે પડ્યો હતો. જેમાં તેણે પંજાબ કિંગ્સ (PBKS)ની આગેવાની કરી હતી. તો શિખર ધવને આ વર્ષે ભારતીય ટીમ માટે અત્યાર સુધી એક પણ મેચ રમી નથી.
ભલે ધવન રમતથી ફેન્સને મનોરંજન ન કરી શકતો હોય, પરંતુ પોતાના મજેદાર વીડિયો અને તસવીરોને લઈને તે હંમેશાં ચર્ચાનો વિષય રહે છે. બુધવારે શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘આજે કોઈનો ફોન આવ્યો.’ આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ડાયલોગ છે ‘આજે પત્નીનો ફોન આવ્યો, રડી રહી હતી, માફી માગી રહી હતી. કહેતી મને માફ કરી દો બાબુ, તમે મને જેમ કહેશો, એમ કરીશ. જેમ રાખશો, એમ રહીશ. બસ તમે ઘરે આવી જાવ.
તેમની વાતો સાંભળીને મારું મન પણ ભરાઈ આવ્યું. મતલબ, ખબર નહીં, કોની પત્ની હતી, પરંતુ ખૂબ સારી હતી. ભગવાન એવી પત્ની બધાને આપે.’ ધવનનો આ મજેદાર વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે તેમાં તે સારો એક્ટર નજરે પડી રહ્યો છે. વિરેન્દર સેહવાગ સહિત લાખો લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. પંજાબ કિંગ્સના ખેલાડી હરપ્રીત બરારે કમેન્ટ કરી છે. તેણે હસતી ઇમોજી શેર કરીને ‘પાજી’ લખ્યું. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું કે, ‘હવે આ રીલ છે કે રિયાલિટી કેવી રીતે ખબર પડશે?’
ધવન છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. શિખર ધવનના તેની પૂર્વ પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડા થઈ ગયા છે. જો કે, દીકરાની કસ્ટડી કોને મળશે તેનો નિર્ણય અત્યાર સુધી લેવામાં આવ્યો નથી, પરંતુ હવે તે ઓસ્ટ્રેલિયા અને ભારત બંને જગ્યાએ પોતાના દીકરા સાથે વીડિયો કોલના માધ્યમથી ગમે ત્યારે વાત કરી શકે છે. ગત દિવસોમાં ગબ્બરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ક્રીનશૉટ શેર કર્યો હતો, જેમાં તે દીકરા સાથે વીડિયો કોલ પર વાત કરતો ખૂબ ખુશ લાગી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp