જોન્ટી રોડ્સે બનાવ્યું દુનિયાના ટોપ 5 ફિલ્ડર્સનું લિસ્ટ, આ ભારતીય છે ટોપ પર

PC: simplylifeindia.com

દુનિયાના બેસ્ટ ફિલ્ડરોમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી જોન્ટી રોડ્સનું નામ શામેલ છે. ICCએ હાલમાં જ તેને દુનિયાના પાંચ સૌથી બેસ્ટ ફિલ્ડર પસંદ કરવા માટે કહ્યું હતું. તેથી આ દિગ્ગજ ખેલાડીએ પોતાના ટોપ 5 ફિલ્ડરનું લિસ્ટ બનાવ્યું છે અને તેના આ વીડિયોને ICCએ શેર પણ કર્યો છે.

જોન્ટી રોડ્સે ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યુ સાયમંડને સર્કલની અંદર અને બહાર શાનદાર ફિલ્ડિંગના કારણે પોતાના ટોપ 5ના લીસ્ટમાં શામેલ કર્યો છે. ત્યાર બાદ સાઉથ આફ્રિકા માટે 210 કેચ પકડનાર હર્શલ ગિબ્સને આ લીસ્ટમાં તેણે સ્થાન આપ્યું છે, જેણે જોન્ટી સાથે મળીને ફિલ્ડિંગમાં એક નવી જાન નાંખી દીધી હતી. ઇંગ્લેન્ડના પોલ કોલિંગવૂડનું નામ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે શામેલ છે. બેકવર્ડ પોઇન્ટ પર પોતાની શાનદાર ફિલ્ડિંગ અને કેચિંગના કારણે પોલનો દબદબો ક્રિકેટમાં સાફ દેખાતો હતો.

આ લિસ્ટમાં અન્ય બે નામ એબી ડીવિલિયર્સ અને સુરેશ રૈનાનું છે. જોન્ટીના ટોપ 5ના લિસ્ટમાં ભારતના એક ખેલાડીને સ્થાન મળ્યું છે. જોન્ટીએ ભારતમાંથી સુરેશ રૈનાને પસંદ કર્યો છે. જોન્ટીએ કહ્યું, 'ભારતમાં મેદાન પર ઘાસ ઓછું હોવાના કારણે ફિલ્ડિંગ કરવું ખૂબ પડકારરૂપ હોય છે અને એવામાં રૈનાની સ્લિપ અને આઉટફિલ્ડમાં ફિલ્ડિંગ જોવા લાયક હોય છે.'

સુરેશ રૈનાએ ટ્વીટ કરીને તેને મોટી ઉપલબ્ધિ જણાવતા જોન્ટીનો આભાર માન્યો હતો. તેણે લખ્યું કે તે જોન્ટીને જોઈને હંમેશાં પ્રેરિત થતો રહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp