ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની વાપસી, જાણો કોણ થયું ટીમમાંથી બહાર

PC: inuth.com

ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝના ત્રીજા મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા વાવડ આવ્યા છે. BCCIએ અનુભવી અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવની પસંદગી અંતિમ બે ટેસ્ટ મેચ માટે ઈન્ડિયન ટીમમાં કરી છે. ઉમેશ યાદવ ટીમમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ રમશે. જેને વિજય હઝારે ટુર્નામેન્ટ રમવા માટે છૂટો કરી દેવાયો છે. BCCIએ જણાવ્યા અનુસાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવે મોટેરાના મેદાન પર 21 ફેબ્રુઆરીના રોજ થયેલી ફીટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે.

ઉમેશ યાદવને અંતિમ બે ટેસ્ટ મેચ માટે પસંદ કરી લેવાયો છે. ઉમેશ યાદની ઈન્ડિયન ટેસ્ટ ટીમમાં વાપસી થતા બોલરની પેનલ મજબુત બની છે. ઓસ્ટ્રેલિયા ટુર વખતે ઉમેશ યાદવ ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેને ભારત પરત ફરવું પડ્યું હતું. તા.24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઈગ્લેન્ડ અને ભારતની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થશે. પિંક બોલથી રમાનારી આ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં યાદવ પરત આવતા થોડી રાહત થઈ છે. ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં હાલમાં બંને ટીમ 1-1 મેચ જીતીને બરોબરી કરી રહી છે. તા 12 માર્ચથી અમદાવાદમાં T20 ઈન્ટરનેશનલ સીરિઝ શરૂ થઈ રહી છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ માટે અમદાવાદના મહેમાન બન્યા છે. આ ઉદ્ધાટન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ જોડાશે. તા.12 માર્ચથી શરૂ થનારી T20 ઈન્ટરનેશનલ સીરિઝ 20 માર્ચ સુધી ચાલશે. ત્યાર બાદ તા.23 માર્ચના રોજ પૂણેમાં વન જે સીરિઝ શરૂ થશે.


માંસપેશીઓમાં ખેંચ આવી જતા ઉમેશ યાદવને રેસ્ટ આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. એની બાકી રહેલી ઓવર મહંમદ સિરાજે પૂરી કરી દીધી હતી. ભારત પરત ફરીને ઉમેશ યાદવ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. ઈગ્લેન્ડ સામેની પ્રથમ બે મેચ ચેન્નઈમાં રમવામાં આવી હતી. પહેલી મેચમાં ઈગ્લેન્ડ સામે ભારત 227 રનથી હારી ગયું હતું. જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઈગ્લેન્ડને 317 રનથી પરાસ્ત કર્યું હતું.

ભારતીય ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન)
રોહિત શર્મા
મયંક અગ્રવાલ
ચેતેશ્વર પૂજારા
અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન)
કે.એલ.રાહુલ
હાર્દિક પંડ્યા
રીષભ પંત
રિદ્ધિમાન સાહા
આર. અશ્વિન
કુલદીપ યાદવ
અક્ષર પટેલ
વોશિંગટન સુંદર
ઈશાંત શર્મા
જસપ્રીત બુમરાહ
સિરાજ
અને ઉમેશ યાદવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp