પોતાના વન-ડે કરિયરની પહેલી બોલથી જ ઉમરાને મચાવી ધમાલ, જુઓ વીડિયો

PC: twitter.com/BCCI

ઉમરાન મલિકને ન્યુઝીલેન્ડ વિરુદ્ધની પહેલી વનડે મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. જણાવી દઈએ કે T20 સીરિઝમાં ઉમરાનને રમવાની તક મળી ન હતી. તેવામાં આજે એટલે કે પહેલી વનડેમાં શિખર ધવનની કેપ્ટન્સીમાં ઉમરાનને આંતરરાષ્ટ્રીય વન-ડેમાં પોતાની પહેલી મેચ રમવાની તક મળી હતી. મેચમાં 11મી ઓવરમાં ઉરમાને પહેલી વખત વનડેમાં બોલ નાખી હતી. પોતાના વનડે કરિયરની પહેલી બોલ ઉમરાને 145.9 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ફેંકી હતી, તો બીજી બોલ ઉમરાને 147.33 કિમી પ્રતિ કલાકની સ્પીડે નાખી હતી.

પોતાના વનડે કરિયરની ત્રીજી બોલને આ જમ્મુ-કાશ્મીરના બોલરે 145.6 કિમી પ્રતિ કલાકની સ્પીડથી નાખી હતી. જેના પછી ચોથી બોલ 147.3 ની સ્પીડે, પાંચમી બોલ 137.1 અને પહેલી ઓવરની છેલ્લી બોલ 149.6 કિમી પ્રતિ કલાકની સ્પીડે નાખી હતી. તે પોતાની સ્પીડ સાથે કોઈ છેડછાડ કરવા નહોંતો ઈચ્છતો એવું લાગી રહ્યું હતું. જણાવી દઈએ કે ઉમરાને પોતાના વનડે કરિયરની પહેલી બોલ ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન સામે કરી હતી. પહેલી ઓવરમાં ઉમરાને માત્ર 4 રન આપ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સ તેના ડેબ્યૂને લઈને ઘણા ઉત્સાહી હતા.

ઉરમાનની પહેલી ઓવરની સ્પીડ પર ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા પર રિએક્ટ પણ કર્યું છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને અન્ય યુઝર્સે ટ્વિટ કર્યું છે. વનડેમાં ઉમરાન મલિકે કોનવેને આઉટ કરી પોતાની વનડે કરિયરની પહેલી વિકેટ લીધી હતી. કોનવેને ઉમરાને વિકેટ કીપર દ્વારા કેચ પકડાવીને પેવેલિયન ભેગો કર્યો હતો. વનડે પહેલા ઉમરાનને ભારત માટે 3 T20 મેચો રમવાની તક મળી છે. પરંતુ પોતાની બોલિંગથી કંઈક વધારે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. જોકે ઉમરાનના ફેન્સ અને ભારતીય ક્રિકેટને તેની પાસેથી ઘણી આશાઓ છે.

સ્થાનિક ક્રિકેટમાં પોતાની દમદાર બોલિંગથી બેટ્સમેનને પરેશાન કરવામાં સતત સફળ થઈ રહ્યો છે. હવે તેણે તેનો નઝારો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દેખાડ્યો છે. મહારાષ્ટ્ર વિરુદ્ધની મેચમાં ઉમરાનની બોલિંગનો જલવો જોવા મળ્યો હતો. ઓક્ટોબર 14ના મહારાષ્ટ્ર વિરુદ્ધની મેચમાં 27 રન આપીને તેણે 4 વિકેટ ઝડપી હતી. અસલમાં આ ટુર્નામેન્ટમાં ઉમરાન જમ્મુ-કાશ્મીરની ટીમ તરફથી રમી રહ્યો છે. શુક્રવારે 14 ઓક્ટોબરના રોજ રમાયેલી આ મેચમાં ઉમરાન મલિકે કમાલની બોલિંગ કરી હતી અને 4 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp