શું IPL 2024 પછી રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે?

PC: twitter.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમ માટે અત્યાર સુધી કંઇ સારું રહ્યું નથી. ફ્રેન્ચાઇઝીએ આ સીઝનમાં 5 વખત ટ્રોફી જીતનાર રોહિત શર્માને હટાવીને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે, પરંતુ મુંબઈના ફેન્સને એ નિર્ણય પસંદ આવ્યો નથી અને તેઓ સતત હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે. આ દરમિયાન મુંબઇને પોતાની શરૂઆતી ત્રણેય મેચમાં હાર મળી છે એટલે કે ટીમ જીતનું ખાતું પણ ખોલી શકી નથી. તો હવે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં સતત 3 હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર બેટ્સમેન રોહિત શર્માને લઈને ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રોહિત શર્મા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝન બાદ મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીને છોડી શકે છે, કેમ કે તે હાર્દિક પંડ્યાની કેપ્ટનસીથી ખુશ નથી. IPL 2024 અગાઉ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના મોટા ભાગના ફેન્સ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના નિર્ણયથી નારાજ થઈ ગયા. ફેન્સને એ વાત પસંદ ન આવી કે રોહિત શર્માને હટાવીને મુંબઇનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

તો હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈની ટીમ આ સીઝનમાં પહેલી 3 મેચ હારી ચૂકી છે. ત્યારબાદ હાર્દિક પંડ્યા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે રોહિત શર્મા પણ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીથી ખુશ નથી. મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સના એક ખેલાડીએ જણાવ્યું કે, રોહિત શર્મા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીથી બિલકુલ પણ ખુશ નથી. આ કારણે ડ્રેસિંગ રૂમમાં દરાર ઉત્પન્ન થઈ ગઈ છે. સોર્સ મુજબ, ઘણા નિર્ણયોને લઈને બંને દિગ્ગજો વચ્ચે દલીલ થાય છે અને તેનાથી ટીમનો માહોલ એટલો સારો રહ્યો નથી.

રિપોર્ટ્સ મુજબ, હાર્દિક પંડ્યાને વધુ 2 મેચોનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે તે ટીમને મેચ જીતાડે, નહીં તો કેપ્ટન્સીમાંથી હટાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સે 5 વખત IPL ટ્રોફી જીતી હતી. આ જ કારણ હતું કે જ્યારે હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવામાં આવી તો પછી ફેન્સ તરફથી તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી. તો મુંબઇ 3 હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. ખેર હવે એ જોવાનું રસપ્રદ રહેશે હે હવે ટીમ આગામી મેચોમાં કેવું પ્રદર્શન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp