ભારત-અફઘાનિસ્તાન મેચમાં હોબાળો, અમ્પાયરના નિર્ણયથી અફઘાની ટીમ થઇ ગુસ્સે

PC: x.com/NomadFilmi

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઇમાર્જિંગ એશિયા કપની સેમીફાઇનલ મેચ રમાઇ રહી હતી. ઓમાનમાં રમાઇ રહેલી આ મહત્ત્વની સેમીફાઇનલ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરતા અફઘાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. જુબૈદ અકબરી અને શેદિકુલ્લાહ અટલની ઓપનર જોડીએ શાનદાર અંદાજમાં ઇનિંગની શરૂઆત કરી અને કોઇ વિકેટ ગુમાવ્યા વિના 61 રન ફટકારી દીધા હતા. પાવરપ્લે બાદ પણ ભારત પહેલી વિકેટ શોધી રહ્યું હતું. જો કે, પાવરપ્લે બાદ પણ અફઘાનિસ્તાનની ઓપનર જોડી ન રોકાઇ. બંનેએ મળીને 10 ઓવરમાં 89 રન સ્કોરબોર્ડ પર લગાવી દીધા હતા.

ત્યારબાદ બંને ઓપનરોએ ગિયર બદલતા 12મી ઓવરમાં જ પોત પોતાની અડધી સદી પૂરી કરી નાખી. ત્યારબાદ એ ઓવર આવી, જેની અફઘાની બેટ્સમેનોને શોધ હતી. 13મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા રાહુલ ચાહરે 4 છગ્ગા સાથે એક જ ઓવરમાં 31 રન આપી દીધા, જેથી અફઘાનિસ્તાનનો સ્કોર 13 ઓવરમાં 135 રન પર પહોંચી ગયો. ત્યારબાદ રસિખ દાર 14મી ઓવર કરવા માટે આવ્યો અને માત્ર 2 રન આપ્યા. ભારતને પહેલી વિકેટ 15મી ઓવરમાં મળી. પહેલા જ બૉલ પર આકિબ ખાને જુબૈદ અકબરીને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. જો કે, આ વિકેટને લઇને ભારે હોબાળો જોવા મળ્યો.

આકીબના યોર્કર બૉલ પર મોટો શૉટ લગાવવાના ચક્કરમાં જુબૈદ બીટ થઇ ગયો. બૉલ પગ અને બેટ વચ્ચેથી નીકળતો વિકેટકીપરના હાથમાં જતો રહ્યો. વિકેટકીપરે અપીલ ઉઠાવી અને ફિલ્ડ અમ્પાયરે આઉટ ન આપ્યો. ત્યારબાદ ખેલાડી ત્રીજા અમ્પાયરના પરિણામની રાજ જોવા લાગ્યા. આ દરમિયાન અફઘાની ઓપનર જોડી અને ભારતીય ખેલાડી કંઇક વાત કરતા નજરે પડ્યા. તેના થોડા સમય બાદ થર્ડ અમ્પાયરે આઉટ આપી દીધો, પરંતુ અફઘાની પક્ષ એ વાતથી નારાજ થઇ ગયો હતો.

અફઘાનિસ્તાનના ઑફિશિયલે પોતાના ખેલાડીને મેદાન પર જ રહેવાનો ઇશારો કર્યો, જેનાથી થોડા સમય માટે મેદાન પર અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. જો કે, થોડા સમય બાદ જુબૈદ પાવેલિયન આવતો રહ્યો. આ દરમિયાન ઘણા સમય સુધી મેચ રોકાઇ રહી. આ મેચની વાત કરીએ તો અફઘાની ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી. આમ અફઘાની ટીમે આ મેચ 20 રને જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp