પાકિસ્તાન જ નહીં, આ મોટી ટીમોને પણ ધૂળ ચટાવી ચૂકી છે અમેરિકાની ટીમ

PC: icc-cricket.com

T20 વર્લ્ડ કપ 2024માં ગુરુવારે અમેરિકન ક્રિકેટ ટીમે બધાને ચોંકાવતા પાકિસ્તાની ટીમને શરમજનક હાર આપી. પાકિસ્તાન વિરુદ્ધ અમેરિકાએ અંત સુધી ધૈર્ય બનાવી રાખ્યું અને સુપર ઓવરમાં શાનદાર જીત હાંસલ કરી. પાકિસ્તાન સામે મળેલી આ ઐતિહાસિક જીત બાદ અમેરિકન ટીમે શાનદાર સેલિબ્રેશન મનાવ્યું. જો કે, આ પહેલી વખત નથી, જ્યારે અમેરિકન ટીમે ICCના કોઈ ફૂલ મેમ્બર ટીમને હરાવી છે. પાકિસ્તાન સિવાય પણ અમેરિકાએ મોટી ટીમોને T20 ઇન્ટરનેશનલ મેચમાં હરાવી છે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ એ ટીમો બાબતે.

અમેરિકાની ટીમે 3 વર્ષમાં કર્યા આ મોટા શિકાર

આયરલેન્ડને હરાવી:

અમેરિકાએ T20 ઇન્ટરનેશનલમાં પહેલી ફૂલ મેમ્બર ટીમ, જેનો શિકાર કર્યો એ આયરલેન્ડ હતી. અમેરિકા અને આયરલેન્ડ વચ્ચે 2 મેચોની T20 સીરિઝ રમાઈ હતી. સીરિઝની બીજી મેચમાં અમેરિકન ટીમે શાનદાર બોલિંગ અને બેટિંગની મદદથી આયરલેન્ડને 26 રનથી હરાવી દીધી. મેચમાં અમેરિકન ટીમે સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આયરલેન્ડની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

બાંગ્લાદેશને T20 સીરિઝ હરાવી:

અમેરિકા માટે સોનેરી અવસર વર્ષ 2024ના T20 વર્લ્ડ કપ અગાઉ આવ્યો. T20 વર્લ્ડ કપના બરાબર પહેલા અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચોની T20 સીરિઝ રમાઈ હતી. સીરિઝમાં અમેરિકાને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો, જો કે, ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરી અને બાંગ્લાદેશને સતત 2 મેચ હરાવીને સીરિઝ પોતાના નામે કરી લીધી. ફૂલ મેમ્બર ટીમ વિરુદ્ધ અમેરિકાએ એટલું શાનદાર પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા.

પાકિસ્તાની ટીમને T20 વર્લ્ડ કપમાં હરાવી:

અમેરિકન ટીમે ગુરુવારે દરેકને હેરાન કરતા મજબૂત પાકિસ્તાની ટીમને હરાવી. અમેરિકન ટીમે પાકિસ્તાન વિરુદ્ધ બૉલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. બંને ટીમો વચ્ચે મેચ ટાઈ થઈ, ત્યારબાદ સુપર ઓવરમાં અમેરિકન ટીમે 18 રન બનાવ્યા, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 13 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. T20 ઇન્ટરનેશનલ અમેરિકા માટે આ સૌથી મોટી જીતોમાંથી એક રહી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 બાદ અમેરિકન ટીમે અત્યાર સુધી ફૂલ મેમ્બર 7 ટીમો વિરુદ્ધ મેચ રમી છે, જેમાં ટીમે શાનદાર પ્રદર્શન કરતા 4 મેચ પોતાના નામે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp