લાઈવ શોમાં રડ્યો ઉથપ્પા, અશ્વિન પણ રોકી ન શક્યો આંસુ,લાગણીનો દરિયો આ રીતે ઉભરાયો

PC: news9live.com

ભારતને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા પછી કોહલી અને રોહિત બંનેએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 17 વર્ષ પછી ભારતને T20 વર્લ્ડ કપ જીતતા જોઈને બધા ખુશ હતા. ગઈકાલે રાત્રે દેશમાં દિવાળી જેવો માહોલ હતો. આતશબાજી ઘણી હતી. તો બીજી તરફ મેદાન પર ઘણા ખેલાડીઓ પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શક્યા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, તો બીજી તરફ લાઈવ શો દરમિયાન બે પૂર્વ ક્રિકેટર પોતાને રડતા રોકી શક્યા નહીં.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા અને R. અશ્વિન 29 જૂનના રોજ યુટ્યુબ ચેનલ પર લાઈવ શોમાં ભાવુક થઈ ગયા હતા. લાઇવ શોમાં, ઉથપ્પાએ પ્રશંસા કરી કે, કેવી રીતે સમગ્ર ટીમે આ લક્ષ્યને હાંસલ કરવા માટે સખત મહેનત કરી અને કેવી રીતે T20 વર્લ્ડ કપ તેમના પ્રયાસોનું શ્રેષ્ઠ વળતર છે. ઉથપ્પાએ કહ્યું, 'તમે મને આંસુમાં જોયો હશે, હું ખુબ લાગણીઓથી ભરેલો હતો. મેં દરેક ખેલાડી વિશે જાણ્યું અને તેઓ કેવા સમયમાંથી પસાર થયા તે જાણ્યું... ટીકા, ટ્રોલિંગ અને તમે (અશ્વિન) પણ તેનો એક ભાગ રહ્યા છો. નફરતમાંથી પસાર થવું સહેલું નથી, તેને દિવસેને દિવસે સહન કરવું, ત્યાં સુધી કે, તમે તમારી જાત પર પણ શંકા કરવા મંડો છો. હું દરેક ખેલાડી માટે રડ્યો. મેં જઈને ભગવાન સમક્ષ પ્રણામ કર્યા અને માથું નમાવીને તેમનો આભાર માન્યો.'

રોબિન ઉથપ્પા આગળ કહે છે, 'જો હું રાહુલ દ્રવિડની સફરને જોઉં તો... તે ભારતીય કોચ તરીકે BCCI સાથેની છેલ્લી મેચમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જો તમે રોહિત પાસે જાઓ, ઉજવણી કરો છો, તો આપણે બૂમ બરાડા પાડવા જોઈએ, એકદમ ગાંડા થઇ જવું જોઈએ, પણ તમે જાણો છો કે, અમે બધાએ શું અનુભવ્યું? અમે રાહત અનુભવી. એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર તરીકે હું બોજ અનુભવતો હતો. અમે ફક્ત આ લોકોને ચૂપ કરી દીધા છે.

સિનિયર ઓફ સ્પિનર R. અશ્વિને સ્ટાર બેટ્સમેન કોહલીની કેટલીક સર્વશ્રેષ્ઠ T-20 ઇનિંગ્સને યાદ કરતાં પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'વિરાટ કોહલીએ તેની છેલ્લી T20 મેચ રમી છે અને તેમાં તેની કારકિર્દી શાનદાર રહી હતી. કોહલીની જે ઇનિંગ્સ હું યાદ રાખવા માંગુ છું, તે ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ (2016 T-20 વર્લ્ડ કપ) અને 2014 T-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા સામેની છે. તેણે હજુ બે અન્ય ફોર્મેટ રમવાનું છે, જેમાં તેની લાંબી કારકિર્દી રહી છે. તે સારું રમી રહ્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp