વરુણ એરોન હવે ગ્લેન મેકગ્રા સાથે ફાસ્ટ બોલરોની ફેક્ટ્રીમાં કરશે કામ
ભારત માટે 9 ટેસ્ટ રમનાર પૂર્વ ફાસ્ટ બોલર વરુણ એરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કોચિંગ તરફ જવાનો નિર્ણય લીધો છે. પોતાના લગભગ 15 વર્ષના ફર્સ્ટ ક્લાસ કરિયર દરમિયાન 8 વખત સ્ટ્રેસ ફ્રેક્ચર અને 3 વખત પગના ફ્રેક્ચરથી ઝઝૂમ્યો, પરંતુ અત્યારે પણ 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી બૉલ કરવાની ક્ષમતા રાખે છે. હવે તે ચેન્નાઈમાં MRF પેસ ફાઉન્ડેશનમાં ઓસ્ટ્રેલિયન મહાન ફાસ્ટ બોલર મેકગ્રા સાથે કામ કરશે. MRF પેસ ફાઉન્ડેશન ફાસ્ટ બોલરોને તૈયાર કરે છે. તેને ફાસ્ટ બોલરોની ફેક્ટ્રી કહેવામાં આવે છે.
તેને લઈને વરુણ એરોને કહ્યું કે, 'હું છેલ્લા 15 વર્ષોથી MRF ફાઉન્ડેશમાં એક ખેલાડીની હેસિયતથી છું. ક્રિકેટને અલવિદા કહેવાના નિર્ણયને ધ્યાનમાં રાખતા કંપનીના MD (રાહુલ મામ્મેન મપિલ્લઈ) અને મારી વચ્ચે ગયા વર્ષે વાતચીત થઈ હતી. મેં સૂચન આપ્યું કે, આપણે પોતાની સુવિધાઓને ઉન્નત કરીએ અને રૉ ફાસ્ટ બોલર્સની શોધ શરૂ કરીએ, જે આપણે હાલમાં જ સિસ્ટમમાં 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ગતિથી બૉલ કરનાર બોલરોને રમાડવા માટે કર્યું.
MRF એસ ઓફ સ્પેસ ટેલેન્ટ હંટ પ્રોગ્રામે 4 શહેરોમાં લગભગ 2,500 ફાસ્ટ બોલરો માટે ટ્રાયલ આયોજિત કર્યું. ત્યારબાદ આ મહિનાની શરૂઆતમાં 3 ફાસ્ટ બોલરોમાં અકાદમીમાં સામેલ કરવામાં આવ્યા. એરોન હવે સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ બનવા માગે છે. તેના માટે તે ચેન્નાઈના શ્રી રામચંદ્ર યુનિસિવર્સિટીમાં શિક્ષણ લઈ રહ્યો છે. તેણે કહ્યું કે, હું એક સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ બનવા માગું છું. મને આ વિષયમાં ખૂબ રુચિ છે. કેવી રીતે શરીર ચલાવવાનું છે અને ફાસ્ટ બોલર ઇજાથી કેવી રીતે બચી શકે છે.
ફાઉન્ડેશન માટે એક હાઇ પરફોર્મન્સ સેન્ટર એરોનની એક પહેલ છે. તેણે કહ્યું કે, રાહુલ મામ્મેન પાસે MRF પેસ ફાઉન્ડેશનને દુનિયાની પ્રમુખ ફાસ્ટ બોલિંગ અકાદમી બનાવવાનો દૃષ્ટિકોણ છે, જેણે તેમને મારા પ્રસ્તાવ સ્વીકાર કરવા પ્રેરિત કર્યા. એ ભારતમાં પોતાની પહેલી હાઇ પરફોર્મન્સવાળી ક્રિકેટ ફેસિલિટી હશે. અમે તેને એપ્રિલના મધ્યમા લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. અમે દુનિયભરથી કેટલાક ઉપકરણ આયાત કર્યા છે. અમે ખેલાડીઓની ઊંઘ અને વર્કલોડ પર નજર રાખવા માટે ભારતની ઉચ્ચ સંસ્થાઓના લોકો સાથે કામ કરી રહ્યા છીએ.
34 વર્ષીય એરોન ઇજાના કારણે થતી પરેશનીઓને અન્ય લોકો પાસેથી સમજે છે. એરોન ભલે ભારત માટે વધુ ન રમ્યો હોય, પરંતુ તે આગામી પેઢીને હીન ભાવનાથી જોતો નથી. તેણે કહ્યું કે, કોઈ પછતાવો નથી. મેં જે કંઇ પણ હાંસલ કર્યું છે તેનાથી હું સંતુષ્ટ નહીં થઈ જાઉં. મેં અત્યારે પણ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી. હું અત્યારે પણ સારી બોલિંગ કરી રહ્યો છું એટલે તમે ક્યારેય નથી જનતા કે ભવિષ્યમાં શું થશે. મને ખૂબ ઇજા થઈ છે. હું નથી ઈચ્છતો કે ફાસ્ટ બોલર એ જ ભૂલો કરે, જે મેં કરી. હું ઇજા છતા તેના સ્તરને આગળ વધારવા અને તેમને 150 કિમી પ્રતિ કલાકની પાર કરવામાં મદદ કરવા માટે જ્ઞાન આપવા માગું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp