ચીયરલીડર્સ માટે વરુણનું દર્દ છલકાયું!સૌથી વધુ ચોગ્ગા-છગ્ગાને કારણે સલાહ આપી

PC: cricketaddictor.com

કોલકાતા નાઈટ રાઈડર્સના લીડિંગ સ્પિન બોલર વરુણ ચક્રવર્તીએ IPL ચીયર લીડર્સને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, આ સિઝનમાં જે રીતે ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવી રહ્યા છે, તે જોતાં ચીયરલીડર્સે માત્ર સિક્સર મારવામાં આવે ત્યારે જ ડાન્સ કરવો જોઈએ અને જ્યારે ચોગ્ગા ફટકારવામાં આવે ત્યારે નહીં. વરુણ ચક્રવર્તીનું આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

હકીકતમાં, થોડા દિવસો પહેલા, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન વરુણ ચક્રવર્તીએ એક ટ્વિટ કર્યું હતું. તે મેચમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચક્રવર્તીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'ચીયરલીડર્સને થોડો બ્રેક આપો. તે 6 ઓવરથી સતત ડાન્સ કરી રહી છે.'

સોમવારે KKR અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પછી જ્યારે વરુણ ચક્રવર્તીને તેમના ટ્વીટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, આ વર્ષે સતત ઉચ્ચ સ્કોરિંગ એક ટ્રેન્ડ બની ગયો છે. મારા મતે, તેણે ત્યારે જ ડાન્સ કરવો જોઈએ જ્યારે સિક્સર ફટકારવામાં આવે અને જ્યારે ચોગ્ગા લાગે ત્યારે નહીં.

વરુણે વધુમાં કહ્યું કે, આ સમયે, ભારતની આકરી ગરમી અને ભેજમાં ચીયરલીડર્સનું કામ ખૂબ જ મુશ્કેલ બનું ગયું છે અને આ સિઝનમાં, બાઉન્ડ્રીઝ પણ ખુબ જ ફટકારવામાં આવી છે, તે સૌથી વધુ મુશ્કેલ બન્યું છે. આ સિઝનમાં ફટકારવામાં આવેલા ચોગ્ગા અને છગ્ગાની સંખ્યાના આધારે, ચીયરલીડર્સ હવે એક ઇનિંગ્સમાં 120 બોલમાંથી લગભગ 30 થી 40 ટકા બોલ પર નૃત્ય કરે છે.

વરુણ ચક્રવર્તીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેથી જ તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 4 ઓવરના સ્પેલમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ લીધી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, IPL 2024માં સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જબરદસ્ત મેચ રમાઈ હતી. આ મેચમાં KKRએ દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 153 રન જ બનાવી શકી હતી. જવાબમાં KKRએ આ લક્ષ્યાંક 16.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. KKR તરફથી ફિલ સોલ્ટે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ હારને કારણે દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશાને મોટો ફટકો પડ્યો છે. સાથે જ KKRની સ્થિતિ ઘણી મજબૂત બની છે. ફિલ સોલ્ટે ટાર્ગેટનો પીછો કરતી વખતે પોતાની વિસ્ફોટક બેટિંગથી KKR માટે મેચ ખૂબ જ સરળ બનાવી દીધી હતી. તેણે 68 રનની તોફાની ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp