Video: શોએબ અખ્તરે લગાવ્યો ભારતીય ટીમ પર આરોપ, સેહવાગે કરી બોલતી બંધ

PC: youtube.com

વર્લ્ડ કપ 2019માં ભારતની બીજી મેચ રવિવારે એટલે કે 16 જુને પાકિસ્તાન વિરુદ્ધ રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘણા વર્ષોથી ખૂબ જ ટફ કોમ્પિટીશન થતી રહી છે. તે દુનિયાની સૌથી શાનદાર મેચોમાંથી એક હોય છે. ભારતના ત્રણ મેચોમાં 5 પોઈન્ટ્સ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જ્યારે પાકિસ્તાનના ચાર મેચોમાં ત્રણ પોઈન્ટ્સ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં આઠમાં નંબર પર છે.

પોતાના સમયમાં એકબીજાના વિરોધી રહેલા શોએબ અખ્તર અને વીરેન્દ્ર સેહવાગ ફરી એકવાર આમને-સામને આવી ગયા. શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર સેહવાગનું ઈન્ટરવ્યૂ લીધું, જેમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચને લઈને ચર્ચા કરવામાં આવી. શોએબ અખ્તરે વીરેન્દ્ર સેહવાગને પૂછ્યું કે, પાકિસ્તાન અને ભારતની મેચ શા માટે વર્લ્ડ કપ ફાયનલ કરતા પહેલાની ફાયનલ છે.

આ પ્રશ્નના જવાબમાં વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે, આ મેચ ફાયનલ પહેલાની ફાયનલ નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપની ફાયનલમાં ક્યારે નથી રમ્યા, જેવી રીતે આપણને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાયનલ જોવા મળી હતી. આથી, મીડિયા આ મેચને લઈને હાઈપ ક્રિએટ કરી દે છે અને તેને ફાયનલ પહેલાની ફાયનલ બનાવી દે છે.

વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન આ વખતે વર્લ્ડ કપની ફાયનલમાં પહોંચે, જેવું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં થયું હતું, તો ફાયનલ જોવાની મજા જ કંઈ અલગ હશે. આથી, આ ફાયનલ પહેલાની ફાયનલ નથી, પરંતુ બંને ટીમો પોતાનો દબદબો બનાવવા માટે ઉતરશે. શોએબ અખ્તરે વીરેન્દ્ર સેહવાગને પૂછ્યું કે, ઘણા બધા ક્રિકેટર્સ કહે છે કે, ભારત વર્લ્ડ કપમાં પોતની મરજીની વિકેટ બનાવડાવી રહ્યું છે અને ICCમાં ક્યારેક પૈસા પણ ઈન્વેસ્ટ કરી રહ્યું છે. મેં કહ્યું કે, આવું કઈ રીતે થઈ શકે, આ ICCની ટૂર્નામેન્ટ છે. શું આ વાત સાચી છે.

આ સવાલના જવાબમાં વીરેન્દ્ર સેહવાગે કહ્યું, મતલબ તને પણ લાગે છે કે, આ વાત સાચી છે. મને લાગે છે કે લોકોનું કામ છે કહેવાનું. હું હંમેશાં એક કહેવત કહું છું કે, હાથી મસ્ત ચાલે છે અને કૂતરા ભસતા રહે છે. વીરેન્દ્ર સહેવાગે વધુમાં કહ્યું હતું કે, લોકોનું કામ છે કહેવાનું. જો સાચે જ તે અમારા હાથમાં હોત તો એ પીચે કે જેના પર થોડું પણ ઘાસ હોય છે, તેને પણ સાફ કરીને વિકેટને સફાચટ કરાવી દેતે. કારણ કે, અમે તો આવી વિકેટો પર જ રમવા માટે ટેવાયેલા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp