હવે બાંગ્લાદેશી 'સુપરફેન'ની સાથે ખરાબ વર્તનનો વીડિયો વાયરલ

PC: news9live-com.translate.goog

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો કોઈ ક્રિકેટ સ્ટેડિયમનો હોવાનું જણાય છે. ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટની T-શર્ટ પહેરેલા બે-ત્રણ લોકો હતા. ટાઇગરના સોફ્ટ ટોયને ફાડીને હવામાં ઉછાળતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનો છે, જ્યારે 19 ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ રમાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેડિયમમાં કેટલાક ભારતીય પ્રશંસકોએ બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના સુપર ફેન શોએબ અલી સાથે ખરાબ વર્તન કર્યું, જેને 'ટાઈગર શોએબ' તરીકે ઓળખવામાં આવે છે. આરોપ છે કે તે લોકોએ શોએબનું ટાઈગર ટોય ફાડી નાખ્યું હતું.

BDCricTimeLive દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેટલાક ભારતીય સમર્થકો ટાઇગરનું સોફ્ટ ટોય ફાડીને હવામાં ફેંકતા જોવા મળે છે. સ્ટેડિયમમાં ખુરશીઓ એકદમ ખાલી દેખાય છે. આ દરમિયાન શોએબ વીડિયોમાં દેખાતો નથી. શોએબ અલી બીજા શોટમાં ઊભો જોવા મળે છે. તેના હાથમાં વાઘનું રમકડું છે, જેની અંદર થોડું કપાસ બહાર નીકળેલું દેખાય છે. જો કે, વાયરલ થયેલા વીડિયોથી એ સ્પષ્ટ નથી થયું કે, વીડિયોમાં સૌથી પહેલા જોવા મળેલા ભારતીય ચાહકોએ જ શોએબના ટાઈગરને ફાડી નાખ્યો કે બીજા કોઈએ.

જો કે, BDCricTimeLiveએ વિડિયો શેર કર્યો હતો અને તેના પર લખ્યું હતું કે, 'શોએબ અલી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ફેન જે 'ટાઇગર શોએબ' નામથી જાણીતો છે, તેને પુણેમાં ભારત બાંગ્લાદેશ મેચ દરમિયાન ભારતીય ચાહકો દ્વારા પરેશાન કરવામાં આવ્યો હતો, જુઓ કેવી રીતે તેના ટાઇગરના સોફ્ટ ટોયને ભારતીય ચાહકો દ્વારા ફાડી નાખવામાં આવ્યો હતો! ભારતીય પ્રસંશકો માટે આવું કરવું યોગ્ય નથી.'

શોએબ અલી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો ચાહક છે, તે પોતાની ટીમને સપોર્ટ કરવા માટે દરેક મેદાનમાં ટાઈગરની જેમ બનીને જાય છે. સાથે ટાઇગરનું સોફ્ટ ટોય પણ રાખે છે.

સોશિયલ મીડિયા પર લોકો આ પ્રકારની કાર્યવાહીને શરમજનક ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'એક ક્રિકેટ ફેન તરીકે હું આનાથી દુખી છું.' સૂરજ બાલાકૃષ્ણન નામના યુઝરે કહ્યું છે કે, ભારતીય દર્શકોનું આ વર્તન નિરાશાજનક છે. 'પુણેમાં ચાહકોનું આ વર્તન નિરાશાજનક છે. આવું ન થવું જોઈતું હતું.'

જ્યારે, કેટલાક યુઝર તેને જેવા સાથે તેવા કહીને તેનો બચાવ પણ કરી રહ્યા છે. લોકો 2015માં બનેલી ઘટનાને યાદ કરાવી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશમાં સચિન તેંડુલકરના સુપર ફેન સુધીર ગૌતમ પર હુમલાના સમાચાર આવ્યા હતા. ત્યારપછી કહેવામાં આવ્યું કે, સુધીર ગૌતમની ઓટો પર હુમલો થયો હતો.

કેટલાક યુઝર્સ વાયરલ વીડિયોને ભ્રામક ગણાવી રહ્યા છે. એક યુઝરે તેના પર લખ્યું કે, આ એક ભ્રામક વીડિયો છે. જેવું કે તમે જોઈ રહ્યા છો કે, ઓડિયોને વારંવાર રિપીટ કરવામાં આવ્યો છે. સાથે જ સ્થાનિક લોકોનું કહેવું છે કે, તેને ઘણી વખત ભારતીય લોકો સાથે મસ્તી કરતો જોયો છે, અને ભારતીયોએ તેને ટાઇગર પણ ભેટમાં આપ્યો છે. જે ટાઇગરનું રમકડું કેટલાક ચાહકોએ ફાડી નાખ્યું હતું, તે કોઈ ચાહકનું નથી. તેને કોઈ બાંગ્લાદેશી ચાહક સાથે કોઈ લેવાદેવા નથી.'

હાલમાં વાયરલ થયેલા વીડિયો પરથી એ સ્પષ્ટ નથી થયું કે, વીડિયોમાં દેખાતા લોકોએ બાંગ્લાદેશી સુપર ફેન શોએબ અલીના વાઘને ફાડી નાખ્યો કે નહીં. સોશિયલ મીડિયા પર મોટાભાગના યુઝર્સ આ પ્રકારના વર્તનની વિરુદ્ધ છે. લોકોનું કહેવું છે કે ભારતીય પ્રશંસકોએ અન્ય ટીમોના પ્રશંસકો સાથે કોઈપણ રીતે ગેરવર્તન ન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp