'12વી ફેલ' ફિલ્મના ડિરેક્ટર વિધુ વિનોદના પુત્રની ધમાલ, સતત 4 સદી ફટકારી

PC: twitter.com/kaustats

બોલિવુડના પ્રસિદ્ધ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાનો પુત્ર અગ્નિ ચોપડા આ સમયે ક્રિકેટમાં પોતાના બેટથી ધમાલ મચાવી રહ્યો છે. હાલમાં જ ખૂબ જ ચર્ચામાં રહેલી 12વી ફેલ ફિલ્મ પણ વિધુ વિનોદે જ ડિરેક્ટ કરી હતી, પરંતુ આ દરમિયાન તેમનો પુત્ર અગ્નિ પણ રણજી ટ્રોફીમાં બેટથી સતત હિટ થઈ રહ્યો છે. અગ્નિએ હાલમાં જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને આવતા જ રેકોર્ડ્સની લાઇન લગાવી દીધી છે. તેણે મિઝોરમ માટે રમતા પોતાની શરૂઆતી 4 મેચોમાં સદી ફટકારી છે. આ પ્રકારે અગ્નિએ રણજી ટ્રોફીમાં ઐતિહાસિક રેકોર્ડ કાયમ કરી દીધો છે.

અગ્નિ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ સાથે જ પોતાની શરૂઆતી 4 મેચોમાં સદી લગાવનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ જેવો જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, એવો જ અગ્નિની માતા અને ફિલ્મ ક્રિટિક્સ અનુપમા ચોપડાએ પણ એક પોસ્ટ કરીને ગર્વ વ્યક્ત કર્યો. 25 વર્ષીય બેટ્સમેન અગ્નિ ચોપડાએ રણજી ટ્રોફી 2024 સીઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં 95.87ની શાનદાર એવરેજ સાથે 767 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ પણ 111.80ની રહી છે, જે શાનદાર છે.

અગ્નિનો અત્યાર સુધીનું 4 મેચોમાં પ્રદર્શન:

(166 અને 92 રન) વર્સિસ સિક્કિમ

(166 અને 15 રન) વર્સિસ નાગાલેન્ડ

(114 અને 10 રન) વર્સિસ અરુણાચલ પ્રદેશ

(105 અને 101 રન) વર્સિસ મેઘાલય

 
 
 
View this post on Instagram

A post shared by Anupama Chopra (@anupama.chopra)

આવો છે અગ્નિનો લિસ્ટ-A અને T20 રેકોર્ડ:

અગ્નિનો અત્યાર સુધી લિસ્ટ-A અને T20 મેચોમાં પણ ધમાલ મચાવી છે. તેણે અત્યાર સુધી 7 T20 મેચો રમી છે જેમાં 33.42ની એવરેજથી 234 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે. જ્યારે લિસ્ટ-A ક્રિકેટમાં પણ અગ્નિએ 7 જ મેચ રમી, જેમાં તેની એવરેજ 24.85 ખાસ ન રહી. તેમાં તેણે એક અડધી સદી સાથે 174 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp