ડિસક્વોલિફાઇ થયા બાદ વિનેશની પહેલી ટ્વીટ, કરી દીધી મોટી જાહેરાત
ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ રેસલિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે વહેલી સવારે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, મા કુશ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો તમારા સપના મારી હિંમત બધુ તૂટી ગયું છએ. આનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુશ્તી 2001-2024, તમારા બધાની હંમેશાં ઋણી રહીશ, માફી.
રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાથી આખો દેશ ચોંકી ગયો છે. માત્ર 100 ગ્રામ વજન વધવાને કારણે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ સંસદમાં આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 50 કિગ્રા વર્ગમાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ હતું, તેથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશ જીતી હતી. ભારત સરકારે તેની સંપૂર્ણ મદદ કરી હતી. ખેલ મંત્રીના નિવેદનના વિરોધમાં વિપક્ષે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
રમતગમત મંત્રીએ કહ્યું હતું કે ભારતીય કુસ્તી સંઘે આ બાબતને લઈને આંતરરાષ્ટ્રીય કુસ્તી સંઘ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. વડાપ્રધાને પેરિસમાં રહેલા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી છે અને તેમને યોગ્ય પગલા લેવા જણાવ્યું છે. વિનેશ ફોગાટ 6 ઓગસ્ટ, મંગળવારના રોજ ત્રણ મેચ જીતીને 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. તે ગોલ્ડ મેડલ માટે મેચ રમવાની હતી.
#Watch- भारत की स्टार महिला पहलवान विनेश फोगाट के अयोग्य करार दिए जाने के मामले में खेल मंत्री मनसुख मंडाविया ने लोकसभा में बयान दिया।#LatestNews #BreakingNews | @mansukhmandviya pic.twitter.com/Sr29D5trkj
— Daily Line (@DailyLineLive) August 7, 2024
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને નિર્ધારિત શ્રેણીમાં વધુ વજન (100 ગ્રામ) હોવાના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થવું પડ્યું. વિનેશ 50 કિગ્રા વર્ગમાં રમી રહી હતી. સ્પર્ધા માટે વિનેશનું વજન 50 કિલો હોવું ફરજિયાત હતું. UWW ના નિયમો અને વિનિયમો મુજબ, તમામ સ્પર્ધાઓ માટે સંબંધિત કેટેગરી માટે દરરોજ સવારે વજન લેવામાં આવે છે. કલમ 11 મુજબ, જો કોઈ રમતવીર ભાગ લેતો નથી અથવા વજન માપ (પ્રથમ કે દ્વિતીય) માં નિષ્ફળ જાય છે, તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે અને કોઈપણ રેન્ક વિના છેલ્લા સ્થાને મૂકવામાં આવશે.
વિનેશ ફોગાટ ડિસક્વોલિફાઇ થતા PMએ કહ્યું- પ્રાર્થના કરી રહ્યા છીએ
પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા રેસલર વિનેશ ફોગાટને વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે. આ અંગે PM મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- વિનેશ, તમે ચેમ્પિયનોમાં ચેમ્પિયન છો. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની અસફળતાનું દુખ છે. કાશ હું શબ્દોમાં એ નિરાશાને વ્યક્ત કરી શકત, જે હું અનુભવ કરી રહ્યો છું. સાથે જ હું જાણું છું કે, તમે લચીલાપનની પ્રતિમૂર્તિ છો. પડકારોનો સામનો કરવો હંમેશાં તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત થઈને વાપસી કરો. અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp