કેમ ખાસ છે વિનેશ ફોગાટનો આ સૂટ, જેને પહેરવાથી ઝડપથી ઘટે છે વજન
ભારતીય રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વાલિફાઇ થયા બાદ એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં દેખાઇ રહ્યું છે કે વિનેશ ફોગાટ ગ્રાઉન્ડમાં એકલી નિરાશ બેઠી છે અને તેણે ટ્રેક સૂટ પહેર્યો છે. ઘણા અખબરોએ પણ તસવીરને પહેલા પેજ પર જગ્યા આપી છે ને સોશિયલ મીડિયા પર પણ આ તસવીર ખૂબ શેર કરવામાં આવી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે વિનેશ ફોગાટે આ જે સૂટ પહેર્યો છે, એ સામાન્ય ટ્રેક સૂટ નથી અને તેનું વજન સાથે પણ ખાસ કનેક્શન છે.
ડિસ્ક્વાલિફાઇ થવાના એક દિવસ અગાઉ જ્યારે વિનેશ ફોગાટના બાઉટ હતા, એ દિવસે સવારે તેનું વજન 50 કિલોની અંદર જ હતું, પરંતુ આખો દિવસ ઘણા બાઉટ રમ્યા બાદ તેનું વજન 52 કિલોથી પણ વધારે થઇ ગયું હતું. આ તેની કેટેગરીના હિસાબે ખૂબ વધારે હતું. આ વજનને 50 કિલોની અંદર લાવવા માટે વિનેશ ફોગાટે ખૂબ પ્રયાસ કર્યા અને આખી રાત વર્કઆઉટ કર્યું, પરંતુ વજન 100 ગ્રામ વધારે રહી ગયું. આ કારણે તેને રમવા દેવામાં ન આવી.
આખી રાત વજન ઓછું કરવા માટે તેણે જરાય પાણી પીધું નથી. વર્ક આઉટ કર્યું, સાઇકલિંગ કર્યું અને વજન ઓછો કરવાનો પ્રયાસ કર્યો. તેના વજનને ઓછો કરવાના પ્રયાસમાં આ સૂટની મહત્ત્વની ભૂમિકા છે, જેના કારણે વિનેશ ફોગાટનું વજન ઓછું થયું.
આ કયો સૂટ છે?
જો આ સૂટની વાત કરીએ તો આ સૂટને સૌના સૂટ કહેવામાં આવે છે, જેને પહેરીને બોડીમાંથી વોટર રિટેન્શન ઓછું કરવામાં આવે છે. તે પ્લાસ્ટિક કે રબરથી બનેલો એક ટ્રેક સૂટ હોય છે, જે બોડીમાં હિટ ઉત્પન્ન કરે છે અને હિટ બહાર નીકળતું નથી. સામાન્ય રીતે નિયોપ્રીન, PVC કે નાયલૉન વગેરેથી બનેલો હોય છે. આ સૂટને પહેરીને સોના બાથ વગેરે લેવાથી બોડીમાંથી ખૂબ ઝડપથી પાણી બહાર આવે છે એટલે ખૂબ પરસેવો નીકળે છે અને વારંવાર ટોયલેટ આવવાથી શરીરમાં પાણીની માત્ર ઓછી થાય છે.
તેનાથી બોડીનું વોટર રિટેન્શન ઓછું થાય છે અને પાણીનું વજન ખૂબ ઓછું થઇ જાય છે. એ રેનકોટની હોય છે જે ગળા અને કલાઇ પાસે ટાઇટ બંધ હોય છે જેથી તેની અંદર હવા ન જાય. એ સિવાય તેના ટ્રાઉઝર કે સૌના બાથ લેવાથી બાથ લેવાથી બોડીમાંથી પરસેવો નીકળે છે અને શરીરમાં વોટર રિટેન્શન ઓછું થાય છે અને વજન ખૂબ ઓછું થઇ જાય છે. જો કે, ઘણા એક્સપર્ટ તેના ખૂબ નુકસાન પણ બતાવે છે અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાની ના પાડે છે ત્યારબાદ ઉપયોગથી બોડીમાં પાણીની પણ કમી થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp