વિરાટ-અનુષ્કાએ પુત્રનું નામ ખાસ હેતુથી રાખ્યું છે, જાણો AKAAYનો અર્થ શું થાય

PC: cricketaddictor.com

ભારતીય ક્રિકેટ અને ઝડપી બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા બીજી વખત માતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કાએ મંગળવારે એક પોસ્ટમાં પોતાના બીજા બાળકના જન્મની જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં જણાવ્યું છે કે તેના ઘરે એક નવો મહેમાન આવ્યો છે, એક બાળક છોકરો, જેનું નામ તેણે અકાય રાખ્યું છે. નામ થોડું અનોખું લાગે છે.

સવાલ એ થાય છે કે, આ અનોખા નામમાં એવું શું ખાસ છે જેના કારણે કપલે તેમના બીજા બાળક માટે આ નામ પસંદ કર્યું છે. ચાલો જાણીએ વિરાટ અને અનુષ્કાએ આ નામ ક્યાંથી અને કેવી રીતે પસંદ કર્યું. ચાલો જાણીએ આ નામનો અર્થ શું છે અને આ નામ સાથે જોડાયેલી તમામ બાબતો.

અકાય નામ મુખ્યત્વે ટર્કિશ મૂળનું છે, જેનો અર્થ ચમકતો ચંદ્ર થાય છે. અનુષ્કા અને વિરાટનો પુત્ર છે તેથી નામ પણ ખાસ હોવું જરૂરી જ હતું. વિરાટ કોહલી પોતે એક ચમકતો સિતારો છે, તેથી સ્વાભાવિક છે કે તેના બાળકનું નામ પણ તેની જેમ જ પ્રતિભાશાળી હોવું જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, અમે વામિકાના નાના ભાઈ અકાયનું સ્વાગત કરીએ છીએ. અમારા જીવનની આ સુંદર ક્ષણમાં અમે તમારા આશીર્વાદ માંગીએ છીએ. અમે તમને અમારી ગોપનીયતા જાળવવા માટે પણ વિનંતી કરીએ છીએ.

અકાય નામ ઘણી ભાષાઓમાં પણ વપરાય છે. ફિલિપિનો ભાષામાં, આ શબ્દનો અર્થ 'માર્ગદર્શન' થાય છે. 'અકાય' શબ્દનો પણ ફિલસૂફીની દ્રષ્ટિએ અર્થ છે. જો આપણે આ નામને ભારતીય દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ શબ્દનો અર્થ એવો થાય છે કે, જેનો આત્મા શુદ્ધ છે પરંતુ શરીર નથી. જો કે, વિરાટ અને અનુષ્કાએ તેમના લાડકાનું નામ રાખતી વખતે કંઇક ખાસ હેતુ અને અર્થ ધ્યાનમાં રાખ્યો છે, તે તો ફક્ત દંપતી જ કહી શકે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

અહીં તમને જણાવી દઈએ કે, વિરાટ અને અનુષ્કા શર્માના લગ્ન 2017માં થયા હતા. તેમનું પ્રથમ સંતાન વામિકા નામની બાળકી છે. જેનો જન્મ 11 જાન્યુઆરી 2021 થયો હતો, અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બીજી વખત માતા-પિતા બનવાની માહિતી આપી છે. અનુષ્કાએ તેના બીજા બાળકનું નામ અકાય રાખ્યું છે, જેનો અર્થ લોકો નેટ પર સતત સર્ચ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp