IPLની પહેલી મેચમાં જ વિવાદ, કોહલીએ ખુલ્લેઆમ રચિન રવીન્દ્રને આપી ગાળો, જુઓ વીડિયો

PC: twitter.com/coolfunnytshirt

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 22 માર્ચ 2024ના રોજ રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સરળતાથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવી દીધી હતી. બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની બેટ શાંત રહી. તે 19 બૉલમાં 21 રન જ બનાવી શક્યો. IPLમાં દર વર્ષે એકથી એક ચઢિયાતા વિવાદ જોવા મળે છે. ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી થાય છે. તકરાર થાય છે.

આ તકરાર અને ગરમાગરમી આ વર્ષે પહેલી જ મેચમાં જોવા મળી ગઈ. વિરાટ કોહલીએ ખુલ્લેઆમ રચિન રવીન્દ્ર માટે અપશબ્દનો ઉપયોગ કર્યો. ન્યૂઝીલેન્ડના યુવા અને સ્ટાર ઑલરાઉન્ડર રચિન રવીન્દ્રએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા પોતાનું IPL ડેબ્યૂ કર્યું. તેણે પહેલી જ મેચમાં પોતાની છાપ છોડી. તેણે 3 ફોર અને 3 સિક્સની મદદથી 15 બૉલમાં શાનદાર 37 રન બનાવ્યા. જો કે, તેને અનુભવી ભારતીય લેગ સ્પિનર કરણ શર્માએ ફસાવી લીધો અને આઉટ કરી દીધો.

તો જ્યારે રચિન રવીન્દ્ર આઉટ થયો તો બાઉન્ડ્રી પર ઊભા વિરાટ કોહલીનું અગ્રેશન સામે આવ્યું. તેણે બાઉન્ડ્રી પાસે ઊભા ઊભા જ રચીન રવીન્દ્રને ડગઆઉટમાં જવાનો ઈશારો કર્યો. ત્યારે જે પ્રકારે તે બોલ્યો એવું લાગી રહ્યું હતું કે, તેણે અપશબ્દનો ઉપયોગ પણ કર્યો. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 16 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેપોકમાં એક મેચ પણ હરાવી નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છેલ્લી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને ચેપોકમાં વર્ષ 2008માં હરાવી હતી. ત્યારબાદ તે આ કારનામું કરવામાં નિષ્ફળ રહી છે. તો જો મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 174 રનનો ટારગેટ રાખ્યો હતો. આ ટારગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 18.4 ઓવારમાં 6 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 26 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમાશે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આગામી મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp