વિરાટની નજર પોન્ટિંગના આ રૅકોર્ડ પર છે

08 Dec, 2017
04:31 PM
PC: sportskeeda.com

વન-ડે અને ટી-20 રેન્કિંગમાં નંબર વન પર બિરાજમાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટમાં બીજા નંબર પર પહોંચ્યો છે. હવે તેની નજર ઓસ્ટ્રેલિયાના ભૂતપુર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર વન પર રહેવાના રેકોર્ડની બરાબરી કરવા પર ટકી ગઈ છે.

પોન્ટિંગ ડિસેમ્બર-જાન્યુઆરી 2005-06માં એક સાથે ક્રિકેટના ત્રણે ફોર્મેટના રેન્કિંગ પર પહેલા નંબર પર હતો. આવું કરનાર તે દુનિયાનો એકમાત્ર ખેલાડી છે. આમ તો મેથ્યુ હેડન પણ ત્રણે ફોર્મેટમાં પહેલા નંબર પર રહી ચુક્યો છે, પરંતુ તે અલગ અલગ સમયે નંબર વન પર હતો.  શ્રીલંકાની સામેની ત્રીજી ટેસ્ટમાં પોતાના કરિયરની 243 રનની સર્વશ્રેષ્ઠ રમત રમીને કેપ્ટન કોહલીએ ત્રણ નંબરનો કૂદકો મારીને ટેસ્ટ રેન્કિંગમાં બીજો ક્રમ મેળવી લીધો હતો. ભારતે આ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. કોહલીએ આ શ્રેણીમાં સતત બે બેવડી સદી અને ત્રણે મેચોમાં સદી કરી હતી.

ટેસ્ટમાં પહેલા નંબર પર રહેલા સ્ટીવ સ્મીથની વચ્ચે માત્ર 45 અંકોનું અંતર છે. આથી કોહલની નજર હાલમાં વેન-ડે, ટી-20ની સાથે ટેસ્ટમાં પણ પ્રથમ ક્રમ મેળવવાની છે. તો જોઈએ કેટલા સમયમાં કોહલી પહેલા નંબરે પહોંચે છે અને ક્યાં સુધી પહેલા નંબર પર બની રહે છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.