ઓસ્ટ્રેલિયામાં કોહલીએ બનાવ્યો નવો રેકોર્ડ, 50 વર્ષોમાં થયુ પહેલીવાર

PC: financialexpress.com

ટેસ્ટ ક્રિકેટમાં હાલના નંબર-1 ક્રિકેટર વિરાટ કોહલી પોતાના પ્રદર્શનથી સતત ચર્ચામાં રહે છે. ઓસ્ટ્રેલિયાઈ ધરતી પર 30 વર્ષના કોહલીએ એવો કમાલ કરી બતાવ્યો, જેને જોઈ દરેક ક્રિકેટર તે રેકોર્ડ બનાવવા તરસી રહ્યુ છે. એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે વિરાટે 34 રન બનાવીને ઓસ્ટ્રેલિયામાં પોતાના કરિયરના 1 હજાર રન પૂરા કર્યા. કોહલી ઓસ્ટ્રેલિયામાં 1 હજાર રન પૂરા કરનારો 28મો વિદેશી બેટ્સમેન છે.

કમાલની વાત એ છે કે, વિરાટે 59.05ની સરેરાશથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1 હજાર રન પૂરા કર્યા. આ સરેરાશ સાથે છેલ્લાં 50 વર્ષમાં કોઈ વિદેશી બેટ્સમેને ઓસ્ટ્રેલિયામાં 1 હજાર રન પૂરા કર્યા નથી. તેના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો, કાંગારુઓની ધરતી પર શાનદાર સરેરાશ સાથે 1 હજાર રન પૂરા કરનાર કોહલી માત્ર ચોથો બેટ્સમેન છે.

વિરાટે એડિલેટ ટેસ્ટમાં ભારતની બીજી ઈનિંગમાં 5 રન બનાવવા સાથે જ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનારો ભારતીય બેટ્સમેન બની ગયો. 18 ઈનિંગોમાં 1 હજાર રન પૂરા કરી તેણે વીવીએસ લક્ષ્મણ અને સચિન તેંદુલકરને પણ પાછળ છોડી દીધો.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની ધરતી પર સચિન તેંદુલકર (1809), વીવીએસ લક્ષ્મણ (1236), રાહુલ દ્રવિડ (1143), વીરેન્દ્ર સેહવાગ (1031) બાદ 1 હજાર રન પૂરા કરનાર કોહલી (1029) પાંચમો ભારતીય બેટ્સમેન છે. એટલુ જ નહીં, પરંતુ સૌથી ઓછી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1 હજાર રન પૂરા કરનારો તે પહેલો એશિયન બેટ્સમેન બની ગયો છે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી ઓછી ઈનિંગ્સમાં 1000 રન પૂરા કરનારા એશિયન બેટ્સમેનો

વિરાય કોહલી- ઈનિંગ્સ 18

વીવીએસ લક્ષ્મણ- ઈનિંગ્સ 19

સચિન તેંદુલકર- ઈનિંગ્સ 22

વીરેન્દ્ર સહેવાગ- ઈનિંગ્સ 22

રાહુલ દ્રવિડ- ઈનિંગ્સ 25

જાવેદ મિયાંદાદ- ઈનિંગ્સ 28

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp