ટેસ્ટ પહેલા કોહલી ફેમિલી ઇમરજન્સીના કારણે ભારત ફર્યો, આ ખેલાડી થયો ટીમથી બહાર

PC: gqindia.com

ભારતીય ટીમ આ સમયે ત્રણેય ફોર્મેટની સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે T20 અને વન-ડે સીરિઝ રમાઈ ચૂકી છે. તો ટેસ્ટ સીરિઝનું આયોજન બાકી છે. હવે ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતે ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઇજાના કારણે 2 મેચોની ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયો છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ફેમિલી ઇમરજન્સીના કારણે ભારત આવતો રહ્યો છે.

એવામાં વિરાટ કોહલી પ્રિટોરિયાસમાં ચાલી રહેલી ત્રણ દિવસીય ઇન્ટ્રા સ્ક્વોડ ગેમમાં ભાગ લઈ શક્યો નથી. BCCI અધિકારીઓનું કહેવું છે કે, વિરાટ કોહલી 26 ડિસેમ્બરથી સેન્ચુરિનમાં શરૂ થનારી ટેસ્ટ મેચ માટે સમય પર જોહાનિસબર્ગ પાછો પહોંચી જશે. વિરાટ કોહલી લગભગ 3 દિવસ અગાઉ મુંબઈ માટે રવાના થયો હતો. તેણે તેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ટીમ મેનેજમેન્ટની મંજૂરી લઈ લીધી હતી. વિરાટ કોહલી શુક્રવાર (22 ડિસેમ્બરે) દક્ષિણ આફ્રિકા ફરે તેવી સંભાવના છે.

બીજી તરફ 26 વર્ષીય ઋતુરાજ ગાયકવાડને 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝબેથમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી વન-ડે દરમિયાન આંગળીમાં ઇજા થઈ ગઈ હતી. તે આ ઇજાથી પૂરી રીતે સારો થઈ શક્યો નથી. તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પહેલાથી જ ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ચૂક્યો છે. વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ લેનારો મોહમ્મદ શમી જેની ટેસ્ટ સીરિઝમાં ભાગીદારી ફિટનેસ પર હતી. તેને BCCIની મેડિકલ ટીમે રમવાની મંજૂરી આપી નથી. એવામાં વર્લ્ડ કપનો આ સ્ટાર બોલર 2 ટેસ્ટ મેચોની સીરિઝથી બહાર થઈ ગયો છે.

દક્ષિણ આફ્રિકા માટે 2 ટેસ્ટ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી, જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બૂમરાહ (ઉપકેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ:

26-30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ, સેન્ચુરિયન

3-7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ

ભારત અને દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટમાં ઓવરઓલ રેકોર્ડ:

કુલ ટેસ્ટ મેચ: 42

ભારતીય ટીમે જીતી: 15

દક્ષિણ આફ્રિકન ટીમે જીતી: 17

ડ્રો: 10

ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં રેકોર્ડ (દક્ષિણ આફ્રિકામાં જ્યારે મેચ થઈ)

કુલ ટેસ્ટ: 23

દક્ષિણ આફ્રિન ટીમે જીતી: 12

ભારતીય ટીમ જીતી: 4

ડ્રો: 7.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp