સદી મારવા છતાં મને બહાર કર્યો, ધોની પર રોષે ભરાયો મનોજ તિવારી

PC: twitter.com/tiwarymanoj

ભારતીય ટીમથી લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ મનોજ તિવારીએ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. મનોજ તિવારીનું કહેવું હતું કે તેને સદી મારવા છતા ટીમથી બહાર કરી દેવામાં આવ્યો. 38 વર્ષીય મનોજ તિવારીએ કોલકાતામાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ ક્લબમાં સન્માન સમારોહના અવસરો પર પત્રકારોને કહ્યું, 'હું મહેન્દ્ર સિંહ ધોનીને પૂછવા માગું છું કે 2011માં સદી બનાવ્યા બાદ મને પ્લેઇંગ ઇલેવનથી બહાર કેમ કરી દેવામાં આવ્યો. મારામાં રોહિત શર્મા, વિરાટ કોહલીની જેમ હીરો બનવાની ક્ષમતા હતી, પરંતુ હું ન બની શક્યો. આજે હું ટી.વી. પર જોઉ છું કે જ્યારે ઘણા લોકોને વધુ અવસર મળી રહ્યા છે તો મને દુઃખ થાય છે.'

મનોજ તિવારીએ વર્ષ 2011માં ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 104 રનોની શાનદાર નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેણે 12 વન-ડે મેચોમાં 287 રન બનાવ્યા હતા. તિવારીએ ટીમ સિલેક્શન પ્રોસેસ પર જ સવાલ ઊભા કરી દીધા. તેને એ શાનદાર પ્રદર્શન છતા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આગામી 14 મેચો માટે બહાર કરી દેવામાં આવ્યો હતો. મનોજ તિવારીએ 3 T20 મેચોમાં પણ હિસ્સો લીધો હતો, જ્યાં તેણે 12 રન બનાવ્યા હતા. મનોજ તિવારીએ હાલમાં જ X પર પોસ્ટ કરી હતી કે રણજી ટ્રોફીને સમાપ્ત કરી દેવી જોઈએ, પરંતુ આ વિષય પર વિસ્તારથી બતાવ્યું નહોતું.

આ પોસ્ટ માટે તેના પર મેચ ફીસનો 20 ટકા દંડ લગાવવામાં આવ્યો હતો. મેચ દરમિયાન તેણે ફેસબુક લાઈવ પણ કર્યું હતું, જ્યાં તેણે કહ્યું હતું કે તે રિટાયરમેન્ટ લીધા બાદ ખૂલીને સામે આવશે. તો મનોજ તિવારીએ એમ પણ કહ્યું હતું એક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટવાળા ખેલાડીઓના ડોમેસ્ટિક ક્રિકેટથી બહાર થવાના ઉલ્લેખ પર તિવારીએ કહ્યું હતું કે તે જોઈ રહ્યો છે કે યુવા ખેલાડીઓએ IPL ફોકસ માનસિકતા અપનાવી લીધી છે. જે IPL રમતા નથી તેઓ મોટા ભાગે ખાલી સમય મળવા પર દુબઈ કે અન્ય જગ્યાઓ પર જાય છે. તેથી રણજી ટ્રોફીનું મહત્ત્વ ઓછું થઈ રહ્યું છે. હવે કોઈ પણ મંતવ્ય વ્યક્ત કરવા પર પ્રતિબંધ લાગી શકે છે.

મનોજ તિવારીએ કહ્યું કે, મને પહેલા જ માત્ર એક પોસ્ટ માટે મારી મેચ ફીસમાં 20 ટકાના કપાત સાથે દંડિત કરવામાં આવ્યો છે. IPL આપણા બધા માટે એક મોટું મંચ છે. પરંતુ BCCI અધ્યક્ષ અને સચિવ પાસે રણજી ટ્રોફીનું મહત્ત્વ વધારવાનો પણ અનુરોધ કરું છું. આ ટૂર્નામેન્ટથી ઘણા ખેલાડી ઉભરીને સામે આવ્યા છે, પરંતુ એ નિરાશાજનક છે કે આપણે ICC ટ્રોફી જીતવામાં અસમર્થ રહ્યા છીએ, પછી તે WTC હોય કે વર્લ્ડ કપ, એ વાત ખૂબ દુઃખ આપે છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં અપાર પ્રતિભા છે છતા તેણે ઘણા વર્લ્ડ કપ જીત્યા છે.

આપણું ફોકસ અંતતઃ ICC ટૂર્નામેન્ટો પર હોવું જોઈએ. રણજી ટ્રોફી એવી પ્રતિયોગીતાઓ માટે ખેલાડીઓને તૈયાર કરવામાં એક મોટી ભૂમિકા નિભાવે છે. મનોજ તિવારીએ ક્રિકેટના દરેક ફોર્મેટને ગયા વર્ષે 3 ઓગસ્ટે અલવિદા કહી દીધા હતા. ત્યારબાદ તેણે 5 દિવસ બાદ રિટાયરમેન્ટ પર યુટર્ન લઈ લીધું હતું. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલી સાથે ચર્ચા બાદ મનોજે પોતાનો નિર્ણય બદલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp