કોહલીએ RCB ફેનની પૂરી કરી ખાસ ડિમાન્ડ, જુઓ વીડિયો
હાલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે અને ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના પાર્કમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પોતાની IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો ફેન મળ્યો, જેની તેણે સ્પેશિયલ ડિમાન્ડ પૂરી કરી. વિરાટ કોહલી મેચના પહેલા દિવસે સારી લયમાં નજરે પડ્યો હતો. 24 રનોની અંદર 3 વિકેટ પડી ગયા બાદ તેણે શ્રેયસ ઐય્યર સાથે મળીને ચોથી વિકેટ માટે 68 રનોની મહત્ત્વની ભાગીદારી નિભાવી હતી.
કોહલીએ 38 રન બનાવ્યા અને કાગીસો રબાડાએ તેને પોતાનો શિકાર બનાવ્યો. ત્યારબાદ કેએલ રાહુલ (101)એ જવાબદારી સંભાળી અને નીચેના ક્રમના બેટ્સમેનો સાથે મળીને ભારતીય ટીમને 245 રનના સ્કોર સુધી પહોંચાડી. બુધવારે 27 ડિસેમ્બરે કોહલીએ બીજા દિવસની રમત શરૂ થવા અગાઉ દક્ષિણ આફ્રિકાના બાળક સાથે મુલાકાત કરી, જેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સી પર ઓટોગ્રાફ લીધી. સ્ટાર સ્પોર્ટ્સે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.
ಕಣ ಕಣದಲ್ಲೂ ಕೆಂಪು 😍@imVkohli #SAvIND #Bangalore #KingKohli pic.twitter.com/oSMbjvGr6E
— Star Sports Kannada (@StarSportsKan) December 27, 2023
વિરાટ કોહલી વધુ ખાસ યોગદાન ન આપી શક્યો, પરંતુ તેની ઇનિંગના દિનેશ કાર્તિકે વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, કોહલીએ મોટા ભાગની વસ્તુ સારી કરી, પરંતુ રબાડાની શાનદાર બૉલે બધુ બગાડી દીધું. વિરાટ કોહલીએ વાસ્તવમાં પહેલા સેશન સારી બેટિંગ કરી અને જ્યારે તે બીજા સેશનમાં રમવા ઉતર્યો, ત્યારે પણ તે સારો લાગી રહ્યો હતો, પરંતુ રબાડાના શાનદાર બોલે રમત બગાડી દીધી. તેણે એ એંગલથી બૉલ ફેક્યો જે પિચ થયા બાદ બહાર તરફ નીકળ્યો. એક બેટ્સમેનના રૂપમાં તમે બસ લાઇન પર રમી શકો છો, જે કોહલીએ કર્યું હતું, પરંતુ બૉલે બાહ્ય કિનારો લીધો. તમે એવામાં વધુ કંઇ નહીં કરી શકો.
જો મેચ વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં કે.એલ. રાહુલ (101), વિરાટ કોહલી (38) આ શ્રેયસ ઐય્યર (31) રનની મદદથી 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તો દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ 5 વિકેટ લીધી. પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના સ્ટમ્પસ સુધીમાં 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવીને 11 રનની લીડ હાંસલ કરી લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp