IPL ઓક્શનરનો દાવો, હરાજીમાં જો બોલી લાગી તો આટલા કરોડમાં વેચાશે કોહલી

PC: twitter.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઘણી વખત ઓક્શન આયોજિત કરાવી ચૂકેલા ફેમશ ઓક્શનીયરે જણાવ્યું કે, IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમનાર વિરાટ કોહલી જો ઓક્શનમાં આવે છે તો તેને આરામથી 30 કરતા વધુ કરોડ રૂપિયા મળી શકે છે. વિરાટ કોહલી પોતા કરિયરની શરૂઆતથી જ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યો છે અને બેંગ્લોર તેને સતત રિટેન કરતી નજરે પડી રહી છે. વિરાટ કોહલી આજ સુધી ઓક્શનમાં સામેલ થયો નથી.

IPL 2008માં પણ તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે U19 ડ્રાફ્ટથી પીક કર્યો હતો. ત્યારબાદથી તે સતત બેંગ્લોર માટે રમી રહ્યો છે અને ફ્રેન્ચાઇઝી તેને રિટેન કરતી આવી રહી છે. અહી સુધી કે ટીમ 17 સીઝનમાં એક પણ વખત ટ્રોફી જીતી શકી નથી, છતા ટીમે વિરાટ કોહલી પર ભરોસો કાયમ રાખ્યો છે. બેંગ્લોર કોઇ ખેલાડીને રિટેન કરે કે ન કરે, પરંતુ વિરાટ કોહલીને તે જરૂર રિટેન કરે છે. IPL 2025માં મેગા ઓક્શન અગાઉ પણ બેંગ્લોર વિરાટ કોહલીને રિટેન કરશે.

તો ક્રિકબ્લોગના અરવિંદ કૃષ્ણન સાથે વાત કરતા હ્યુ એડમીડ્સે જણાવ્યું કે, જો વિરાટ કોહલી ઓક્શનમાં એન્ટર થાય છે તો તે સરળતાથી 30 કરોડ રૂપિયાથી વધારે પ્રાપ્ત કરી શકે છે. વિરાટ કોહલીને ઓક્શનમાં રજૂ કરવો સૌથી મોટું સન્માન હશે. કિંમતના હિસાબે મને લાગે છે કે તે 30 કરોડ કરતા વધુની રકમ હાંસલ કરી લેશે. વિરાટ કોહલી વર્તમાનમાં IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે.

તે લીગના ઇતિહાસમાં 8000 રન બનાવનારો પહેલો બેટ્સમેન છે. તેણે 38.67ની એવરેજ અને લગભગ 132ની સ્ટ્રાઇક રેટથી 8004 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 7 સદી અને 55 અડધી સદી લગાવ્યા છે. એડમીડ્સે વર્ષ 2018 થી વર્ષ 2022 સુધી IPLમાં ઓક્શનીરના રૂપમાં કામ કર્યું છે. તેમણે દુનિયાભરમાં 2500 થી વધુ ઓક્શન પણ આયોજિત કર્યા છે. એડમીડ્સનું માનવું છે કે કિંગ કોહલી IPLના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પણ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp