શું વિરાટ કોહલી બન્યો RCBની હારનો ગુનેગાર? KKR વિરુદ્ધ ક્યાં થઈ ચૂક

PC: BCCI

ફાફ ડુ પ્લેસિસની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને શુક્રવાર 29 માર્ચની રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના હાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 10મી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ સીઝન-17માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બીજી હાર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલીની નોટઆઉટ 83 રનોની ઇનિંગની મદદથી 182 રન બોર્ડ પર લગાવ્યા હતા.

વિરાટ કોહલી સિવાય બેંગ્લોરનો કોઈ પણ બેટ્સમેન આ દરમિયાન 40 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો, છતા વિરાટ કોહલીને જ અહી બેંગલોરની હારનો જવાબદાર બતાવવામાં આવી રહ્યો છે. આવો જાણીએ કિંગ કોહલીથી ક્યાં થઈ ગઈ ચૂક? વિરાટ કોહલીએ પોતાની ઇનિંગની શરૂઆત શાનદાર અંદાજમાં કર્યો હતો, મિચેલ સ્ટાર્કના પહેલા બૉલ પર ચોગ્ગો લગાવીને તેણે પોતાનું અને ટીમનું ખાતું ખોલ્યું હતું. તો આગામી થોડી ઓવરોમાં તેણે IPL ઇતિહાસના આ સૌથી મોંઘા બોલરનો જોરદાર ક્લાસ લઈ લીધો.

પાવરપ્લે પૂરી થતા થતા વિરાટ કોહલી 150 કરતા વધુ સ્ટ્રાઈક રેટ સાથે 18 બૉલમાં 28 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. જેમ જેમ મેચ આગળ વધી અને બેંગ્લોરની વિકેટ પડવાની શરૂ થઈ તો વિરાટ કોહલીની સ્ટ્રાઈક રેટ ઘટવા લાગી. 10મી ઓવર સુધી વિરાટ કોહલી 31 બૉલ પર 42 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. તેણે 36 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી. વિરાટ કોહલી પાસે આશા રાખવામાં આવી રહી હતી કે અડધી સદી પૂરી કર્યા બાદ પોતાની ગતિ વધારશે, પરંતુ આ દરમિયાન મેક્સવેલની વિકેટ પડી ગઈ.

15મી ઓવર સુધી વિરાટ કોહલી 43 બૉલ પર 62 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે હવે વિકેટ પડે કે નહીં, કોહલી અંતિમ 5 ઓવરોમાં કોલકાતાના બોલર પર તૂટી પડશે. વિરાટ કોહલી પાસે છેલ્લા 30 બૉલ પર સદી સુધી પહોંચવાનો પણ અવસર હતો, પરંતુ અંતિમ 5 ઓવરમાં કોહલી ઝઝૂમતો નજરે પડ્યો. તેણે આ દરમિયાન 16 બૉલ પર માત્ર 21 રન જ જોડ્યા. તેણે આ દરમિયાન 5 ડોટ બૉલ રમ્યા અને 2 જ બાઉન્ડ્રી લગાવી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રન રેટની વાત કરીએ તો પહેલા 6 ઓવરમાં ટીમે 1 વિકેટ ગુમાવીને 10.16ના રન રેટ સાથે 61 રન બનાવ્યા. તો 7-11 ઓવરમાં રન ગતિ ધીમી થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5.2ના રન રેટ સાથે 26 રન જોડ્યા. 12-15 ઓવર વચ્ચે ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રન ગતિ (11.75) વધી જ હતી કે 16-18 ઓવર વચ્ચે 2 વિકે ગુમાવવાના કારણે ટીમ 19 રન જ બનાવી શકી. છેલ્લી 2 ઓવરમાં દિનેશ કાર્તિકના ફિનિશિંગ ટચના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14.5ના નેટ રન રેટ સાથે 29 રન જોડવામાં સફળ થઈ. નહીં તો ટીમ 180 રનનો આંકડો પણ સ્પર્શી ન શકતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp