મારી માતાની ખુશી મારા માટે સર્વસ્વ,રોજ ફોન કરીને આ સવાલો પૂછે, કોહલીએ જણાવ્યું

PC: news18.com

મા એ મા એ પછી દેશના સુપર સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીના માતા કેમ ન હોય. ભલે દીકરાના કરોડો ચાહકો હોય પરંતુ માતાને હમેંશા દીકરાના આરોગ્યની અને ખાધું કે નહીં એ વાતની હમેંશા ચિંતા રહેતી હોય છે. વિરાટ કોહલીએ પોતાની માતા વિશે એક ઇન્ટરવ્યૂમાં ભાવુક વાત કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપમાં તોફાન મચાવ્યું છે. વિરાટે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે અને તે પણ એકધારા જોકે, વિરાટની માતા એક વાતને લઈને ખૂબ જ ચિંતિત છે. તે રોજ ફોન પર તેના પુત્રને એક જ પ્રશ્ન પૂછે છે. આ જાણકારી વિરાટે પોતે આપી છે.વિરાટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે તેની માતાની ખૂબ નજીક છે.

સ્ટાર ભારતને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિરાટે કહ્યું કે તેના પિતાના મૃત્યુ બાદ તેની માતાએ તેના જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. વિરાટે કહ્યું,

મારી માતાનું ધ્યાન રાખવું મારા માટે ખૂબ જ જરૂરી છે. તેમની ખુશી જ મારા માટે સર્વસ્વ છે. આજે કોઈપણ નાની વસ્તુ જે તેમને ખુશ કરી શકે છે, તે જ મને ખુશ કરે છે.

વર્ષ 2008માં વિરાટે ભારત માટે ડેબ્યુ કર્યું હતું. વિરાટે નાની ઉંમરમાં જ પિતાની છત્ર-છાયા ગુમાવી દીધી હતી. એ પછી માતાએ જ વિરાટને સપોર્ટ કર્યો. જો કે, વિરાટ ત્યાં સુધીમાં રણજી મેચ રમવા માંડ્યો હતો. વિરાટના પિતા પોતાના પુત્રની સફળતા માટે જીવતા રહ્યા નહોતા.

વિરાટે ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે,મારી માતાને એ વાતનું ટેન્શન છે કે હું બિમાર છું. કોહલીની માતાનું નામ સરોજ કોહલી છે. માતાના એમ લાગે છે કે તેનો દીકરો નબળો છે.

વિરાટે કહ્યુ કે, મારી માને લાગે છે કે હું 8-9 વર્ષથી બિમાર છું અને એ વાત એ વાત હું છુપાવી રહ્યો છું. કારણકે હું ફિટનેસ પર વધારે ધ્યાન આપતો હતો. મારી માતા મને રોજ ફોન કરીને મેં ખાધું કે નહીં, બરાબર ખાધું કે નહીં તે પુછતી રહે છે.

વિરાટ કોહલી એક મહાન રેકોર્ડના ઉંબરે ઉભો છે. વિરાટે ન્યૂઝીલેન્ડ સામે 95 રનની ઇનિંગ રમી હતી. જોકે તે આ મોટો રેકોર્ડ 5 રનથી ચૂકી ગયો હતો. તેને ઈંગ્લેન્ડ સામે આવું કરવાની વધુ એક તક મળશે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની ODI કારકિર્દીની 49મી સદી ફટકારીને વિરાટ સચિન તેંડુલકરના ODI રેકોર્ડની બરાબરી કરી શકે છે. 50 સદી ફટકાર્યા બાદ વિરાટ ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp