સદી છતા શુભમન ગિલથી નારાજ સેહવાગ, યુવા બેટ્સમેનની કરી નિંદા

PC: telegraphindia.com

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં શુભમન ગિલે શાનદાર સદી લગાવી હતી. જો કે, ભારતીય ટીમના પૂર્વ ઓપનર વિરેન્દર સેહવાગ તેની આ ઇનિંગથી ખુશ નથી. સદી ફટકાર્યા છતા તેણે શુભમન ગિલની નિંદા કરી છે. વિરેન્દર સેહવાગના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ ખેલાડી પાસે ફોર્મ હોય છે તો પછી તેણે માત્ર સદી ફટકારીને આઉટ થઈ જવું જોઈએ નહીં, પરંતુ મોટી સદી બનાવવી જોઈએ. શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારી હતી.

તેને 97 બૉલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા અને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી. આ વખત શુભમન ગિલની આ પાંચમી સદી છે અને તે ઓવરઓલ કુલ મળીને 6 સદી ફટકારી ચૂક્યો છે. તો વિરેન્દર સેહવાગનું માનવું છે કે શુભમન ગિલે માત્ર સદી બનાવીને ખુશ થવું ન જોઈએ અને તેને એક મોટી ઇનિંગમાં બદલવી જોઈતી હતી. તેણે એક સ્પોર્ટ્સ વેબસાઇટ પર વાતચીત દરમિયાન કહ્યું કે, શુભમન ગિલ ગત મેચમાં સદી ચૂકી ગયો હતો, પરંતુ આ મેચમાં સદી ફટકારી દીધી.

વિરેન્દર સેહવાગે આગળ કહ્યું કે, જો કે હું અત્યારે પણ કહીશ કે જે પ્રકારના ફોર્મમાં તે છે તેણે 160 કે 180 રન બનાવવા જોઈતા હતા. તે અત્યારે માત્ર 25 વર્ષનો જ છે. જો તેણે આજે 200 રન બનાવ્યા હોત તો તે થાકી થોડો ને જતો અને ફિલ્ડિંગ પણ કરતો. જ્યારે તમારી ઉંમર 30 વર્ષ થઈ જાય છે ત્યારે તમને આ પ્રકારની પરેશાની આવે છે. એટલે જરૂરી છે કે ગિલ અત્યારે રન બનાવી લે. શુભમન ગિલ આઉટ થયો ત્યારે હજુ 18 ઓવર બાકી હતી.

જો તે 9-10 ઓવર રમતો તો પોતાની બેવડી સદી પણ બનાવી શકતો હતો. રોહિત શર્મા 3 બેવડી સદી ફટકારી ચૂક્યો છે. આજે શુભમન ગિલ પાસે અવસર હતો. આ મેદાનમાં વિરેન્દર સેહવાગ નામનો ખેલાડી 200 રન બનાવી ચૂક્યો છે કેમ કે વિકેટ એ પ્રકારની છે. મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 399 રન બનાવ્યા હતા. 400 રનનો ટારગેટ ચેઝ કરવા ઉતર્યા બાદ વરસાદ વિલન બનતા મેચ 33 ઓવરની કરી દેવામાં આવી હતી અને ઓસ્ટ્રેલિયાએ 33 ઓવરમાં 317 બનાવવાના હતા, પરંતુ તે ઓસ્ટ્રેલિયન ટીમ 217 રન પર જ સમેટાઇ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp