સેહવાગના અરેબિક લૂકથી સોશિયલ મીડિયામાં હાહાકાર, નવો અવતાર જોઈને ફેન્સ હેરાન

PC: twitter.com

ભારતના અનુભવી ક્રિકેટર વિરેન્દર સેહવાગ શનિવારે ત્યારે ચર્ચામાં આવી ગયો, જ્યારે તે ઇન્ટરનેશન લીગ T20 (ILT20)ની ફાઇનલ દરમિયાન આરબ લૂકમાં નજરે પડ્યો. વિરેન્દર સેહવાગને MI અમીરાત અને દુબઈ કેપિટલ્સ વચ્ચે ફાઇનલ મેચ દરમિયાન શોએબ અખ્તર સાથે એક નવા શૉની મેજબાની કરતો નજરે પડ્યો. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ વિરેન્દર સેહવાગને અભૂતપૂર્વ લૂકમાં જોઈને હેરાન રહી ગયા. શૉ દરમિયાન વિરેન્દર સેહવાગ અને શોએબ અખ્તરે ફાઇનલ મેચ અને દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમતની સ્થિતિ બાબતે મજેદાર વાતચીત કરી.

અનુભવી ખેલાડીઓએ પીચ પર પોતાના બહુમૂલ્ય ઈનપુટ શેર કર્યા અને દર્શકોને ફાઇનલ મેચથી શું આશા કરવી જોઈએ, તેની એક ઝલક પ્રદાન કરી. તેણે શોએબ અખ્તર સાથે વાતચીત દરમિયાન કેટલીક રસપ્રદ વાતો શેર કરી. તો સોશિયલ મીડિયા યુઝર્સ પૂરી રીતે વિરેન્દર સેહવાગના લૂકને લઈને ફેન્સના રીએક્શનનો પૂર આવી ગયો. એક યુઝરે તીખી ટિપ્પણી કરતા લખ્યું કે, 'તેઓ ઈન્ડિયા નામ હટાવવા માગતા હતા કેમ કે એ આપણો નથી, પરંતુ હવે તેમણે પોતે જ પૈસા માટે તેને અપનાવી લીધો છે. આ તથાકથિત સેલિબ્રિટી પર ક્યારેય ભરોસો ન કરો.'

તો એક યુઝરે લખ્યું કે, 'પાખંડ ઉજાગર! વિરેન્દર સેહવાગ ભારતીયોને રાષ્ટ્રવાદ અને દેશભક્તિ બાબતે વ્યાખ્યાન આપે છે અને તે UAEમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર સાથે કમેન્ટ્રીનો આનંદ લઈ રહ્યો છે. તો એક યુઝરે લખ્યું કે, 'સેહવાગજી, અરબ પોશાક પહેરીને કોઈ પાકિસ્તાની ખેલાડીની બાજુમાં ઊભું થવાનું કેવું લાગે છે? તમે ભારતીય પોશાક પહેરીને પોતાના રાષ્ટ્રવાદનું પ્રદર્શન કરી શકે છે. તો કેટલાક લોકોએ તેને કારણ વિનાનો મામલો બતાવ્યો. તેમનું કહેવું હતું કે એ માત્ર પોશાક છે, જેનાથી કોઈને કોઈ પરેશાની ન થવી જોઈએ.

ઇન્ટરનેશનલ લીગ T20 2024ની 33 મેચોમાં ફેન્સને રોમાંચિત કર્યા બાદ MI અમીરાતે દુબઈ કેપિટલ્સને હરાવીને બીજી સીઝનની ટ્રોફી જીતી લીધી. મુંબઈની ટીમે ફાઇનલમાં દુબઈ કેપિટલ્સને 45 રને હરાવી દીધી. શોએબ અખ્તર, ડેની મોરિસન, વિરેન્દર સેહવાગ, નિખિલ ચોપડા, સબ કરીમ, હરભજન સિંહ, વકાર યુનિસ, રોહન ગાવસ્કર અને સાઇમન ડૂલ જેવા પૂર્વ ક્રિકેટરો રમત અગાઉ થોબ પહેરીને નજરે પડ્યા.બધા દિગ્ગજોનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આખી કમેન્ટ્રી પેનલે ફેન્સનું અનોખા અંદાજમાં સ્વાગત કરતા કહ્યું, 'હબીબી! દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ આવો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp